અમેરિકાનાં કેનસાસ શહેરમાં ચાલી રહેલી એક સ્પોટ્ર્સ ઈવેન્ટમાં અમુક શખ્સોએ અંધાધુંધ ફાયરીંગ કર્યું હતું જેમાં 2 લોકોનાં મૃત્યુ થયા છે. જયારે 8 બાળકો સહીત 22 લોકો ઘાયલ થયા છે. આ ઘટનાને લઈને ત્રણ લોકોને ગિરફતાર કરવામાં આવ્યા છે.સ્થાનિક પોલીસ અધિકારી ગ્રૈવ્સે કહ્યું કે આજે જે પણ થયું મને તેનું ઘણું દુ:ખ છે.જે લોકો અહિયાં આવ્યા હતા તેમને સુરક્ષિત વાતાવરણની આશા હતી. વધુ તપાસ ચાલી રહી છે.
અમેરિકાનાં કેનસાસ શહેરમાં ગોળીબારની આ ઘટના એક સ્પોટ્ર્સ ઈવેન્ટ ’સિટી ચીકસ સુપર બાઉલ’ દરમિયાન ઘટી હતી. કનસાસ શહેરનાં પોલીસ સ્ટેસી ગ્રૈવ્સે કહ્યું કે, આ ઘટનાને લઈને ત્રણ લોકોને ગિરફતાર કરવામાં આવ્યા છે. તેણે આગળ જણાવ્યું કે કાર્યક્રમમાં સામેલ થયેલ લોકોએ જ આ શંકાસ્પદ વ્યક્તિને પકડવામાં મદદ કરી છે.
પોલીસે એ પણ નથી જણાવ્યું કે આ ગોળીબાર કરવાની પાછળ આ લોકોનો શું ઉદ્દેશ્ય હતો. આ પહેલા પણ ગયા વર્ષે શહેરમાં એમબીએ ચેમ્પિયનશિપ સમયે ગોળીબાર થયો હતો. તે સમયે પણ કેટલાક લોકો ઘાયલ થયા હતા. સોશિયલ મિડીયા પર ગોળીબારને કારણે ભાગતા લોકોનાં વિડીયો ખૂબ વાયરલ થયા હતા.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On ApplicationIND W vs PAK W: ભારતીય ટીમે પાકિસ્તાનને 6 વિકેટથી હરાવ્યું
October 06, 2024 08:25 PMનરેન્દ્ર મોદીના નેતૃત્વ અને માર્ગદર્શનમાં ગુજરાતની વણથંભી વિકાસ યાત્રાના સફળ 23 વર્ષ પૂર્ણ
October 06, 2024 07:01 PMએક્ઝિટ પોલના આંકડા વિશે ભાજપના નેતા બ્રિજભૂષણ સિંહે કહ્યું, 'હરિયાણા વિશે બોલવાની મનાઈ છે'
October 06, 2024 01:59 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech