દિવાળીના તહેવારને ગણતરીના દિવસો બાકી છે ત્યારે દર વર્ષની જેમ આ વર્ષે પણ ફટાકડાનું વેચાણ ચાલુ થઈ ગયું છે જેમાં મેન બજારમાં આવેલ દુકાનો અગ્નિશામક સાધનો (ફાયર સેફટી)ના સાધનોનું અભાવ હોવાનું સામે આવ્યું છે આ અંગે જવાબદાર તંત્ર દ્વારા યોગ્ય કાર્યવાહી કરવામાં આવે તેવી લોકમાંગણી ઉઠવા પામી છે શહેરના જાગૃત નાગરિક દ્વારા ઉચ્ચકક્ષાએ રજૂઆત કયર્નિુ જાણવા મળ્યું છે, દિવાળીના તહેવાર દરમિયાન હળવદની સાકળી બજારમાં લોકોની ભારે ભીડ જોવા મળે છે ત્યારે શહેરની મેઈન બજારમાં ચોકમાં સેફટીના સાધનો વગર ફટાકડાનું વેચાણ કરતા વેપારીઓના કારણે શહેરમાં મોટી દુર્ઘટના બનવાની શક્યતાઓ સેવાઇ રહી છે આ ઉપરાંત શહેરની શાકળી બજારોમાં દિવાળીની ખરીદીમાં ભીડના અને જો કો દુર્ધટના બને તો પણ સ્થળ પર પહોંચવું મુશ્કેલ બને છે.
હળવદ શહેરમાં ફટાકડાની દુકાનો તેમજ ગોડાઉનમાં ફાયર સેફ્ટીના સાધનો વિના વેચાણ કરતા હોય.તેવું જાગૃત નાગરિકોમાં ચચર્િ રહ્યું છે.
દારૂખાના ગોડાઉન માંથી ફાયર સેફ્ટી સાધનો ન હોવા છતાં વેચાણ કરવામાં આવી રહ્યું છે, જો ફટાકડાં ગોડાઉનની તપાસ કરવામાં આવે તો ઘણું બધું બહાર આવે તેમ છે .
એટલું જ નહીં ફાયર સેફ્ટીના નિયમનો નેવે મૂકી કોઈપણ જાતના અગ્નિશામક સાધનોના હોવા છતાં ખુલ્લ ેઆમ વેચાણ ઙ્ખઈ રહ્યા છે, ફાયર સેફ્ટીનાં સાધનો જેવાકે ફાયરની બોટલ, રેતી ભરેલી ડોલ, વોટર સ્પ્રીકલરના, તેમજ સીસીટીવી કેમેરા પણ લગાવેલા ન હોવાનું જાણવા મળ્યું છે આમ છતાં ફાયર સેફટીની સુવિધા ના હોવા છતાં પણ દારૂખાનું ગોડાઉનમાં વેચાણ થઈ રહ્યું છે કદાચ આગ લાગે તો પ્રશ્ન તો સુરક્ષાનો ઊભો ને ઉભો રહે આસપાસના નિર્દોષ લોકોનો જીવ ગુમાવવાનો વારો આવશે તો તંત્ર દ્વારા તાત્કાલિક ધોરણે યોગ્ય કાર્યવાહી કરવામાં આવે તેવી માગણી ઉઠવા પામી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On ApplicationPM મોદી G7 સમિટમાં લેશે ભાગ, કેનેડાના વડાપ્રધાન કાર્નીએ ફોન કરીને આપ્યું આમંત્રણ
June 06, 2025 08:11 PMગુજરાતમાં કોરોનાનો હાહાકાર: એક જ દિવસમાં 170 નવા કેસ, એક્ટિવ કેસ 700ને પાર
June 06, 2025 07:53 PMકેન્દ્રીયમંત્રી મનસુખ માંડવીયાએ રિલાયન્સના વનતારાની મુલાકાત વિશે શુ કહ્યું, જુઓ આ વિડીયો
June 06, 2025 07:44 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech