TRP ગેમઝોનમાં આગની દુર્ઘટના,દસના મોત

  • May 25, 2024 07:21 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

TRP ગેમઝોનમાં આગની દુર્ઘટના,દસના મોત

રાજકોટ શહેરમાં નાના મવા રોડ પર આવેલા TRP ગેમઝોનમાં ભીષણ આગ લાગવાની ઘટના બની છે. ગેમ ઝોનમાં આગ લાગતા ફાયર વિભાગની ટીમ ઘટના સ્થળે પહોંચી છે. આગ લાગતા ગેમઝોન બળીને ખાખ થઈ ગયો છે. આગ લાગતા ત્યાં હાજર પ્રત્યક્ષદર્શીએ દાવો કર્યો છે કે અંદાજે 15 લોકોને બહાર કાઢવામાં આવ્યા છે. આગ લાગતા ફાયરબ્રિગેડની 8 ટીમો ઘટનાસ્થળ પર પહોંચી છે. 

આ ગેમઝોનમાંથી 15 જેટલા બાળકોને રેસ્ક્યૂ કરીને બહાર કાઢવામાં આવ્યા છે. આગના ધૂમાડા દૂર દૂરથી નજરે પડે છે. ફાયરબ્રિગેડ અને એમ્બ્યુલની ૧૦થી વધુ ટીમ ઘટનાસ્થળ પર હાજર છે. ગેમઝોનમાં આગ લાગવાનું કારણ હજુ સુધી બહાર નથી આવ્યું.

રાજકોટમાં ફરી અમદાવાદ TRP ગેમઝોન જેવી ઘટના બની છે. આ ઘટનામાં બે બાળકો સહીત 10ના  મોત થયા છે. આગ લાગતાં અફરાતફરીનો માહોલ સર્જાયો છે. આગ લાગતા ગેમઝોન બળીને ખાક થયું છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application