BREAKING NEWS

યુદ્ધની આગ: સાબુ, તેલથી માંડીને બધું જ મોંઘુ

  • April 07, 2026 02:30 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


વિશ્વભરમાં ચાલી રહેલા તણાવ અને ક્રૂડ ઓઈલના વધતા ભાવ હવે લોકોના ખિસ્સા પર સીધી અસર કરી રહ્યા છે. બિસ્કિટ, સાબુ અને રસોઈ તેલથી લઈને ઘરગથ્થુ રગં સુધી, બધું મોંઘુ થવાની ધારણા છે. ખાસ કરીને પેકેજિંગ અને પેટ્રોલિયમ સંબંધિત વસ્તુઓના વધતા ભાવને કારણે,
એફએમસીજી એટલે કે રોજિંદા ઉપયોગની ચીજો અને ગ્રાહક ટકાઉ વસ્તુઓ જેમકે ટીવી અને રેફ્રિજરેટર જેવા ઘરગથ્થુ ઉપકરણોના ભાવ વધારવાનું જે તે કંપનીઓ વિચારી રહી છે.
લાહોરી જીરા જેવી કેટલીક કંપનીઓએ મહિનાની શઆતથી જ પસંદગીના ઉત્પાદનોના ભાવમાં વધારો કર્યેા છે.ખાધ તેલ કંપનીઓએ પણ પ્રતિ લિટર ૪–૫ પિયાનો વધારો કર્યેા છે. દરમિયાન, પામ તેલની ઐંચી કિંમતને કારણે, બિકાજી, બ્રિટાનિયા અને નેસ્લે જેવી ખાધ કંપનીઓ પણ આ કવાર્ટરમાં ભાવ વધારી શકે છે.છેલ્લા સાતથી આઠ વર્ષથી, પામ તેલના ભાવમાં ક્રૂડ ઓઇલની સાથે સાથે વધઘટ થઈ રહી છે. પરિણામે, પામ તેલના ઐંચા ભાવ એચયુએલ અને ગોદરેજ જેવા સાબુ ઉત્પાદકોની મુશ્કેલીઓમાં પણ વધારો કરી શકે છે, કારણ કે પામ તેલ તેમના માટે એક મહત્વપૂર્ણ કાચો માલ છે.
પેઇન્ટ ઉધોગમાં વપરાતા લગભગ ૪૦% કાચા માલ ક્રૂડ તેલ છે, તેથી ક્રૂડના વધતા ભાવની અસર અહીં પહેલેથી જ દેખાઈ રહી છે. બર્જર પેઇન્ટસ, કાન્સાઈ નેરોલેક અને ડુલકસે ગયા મહિને ભાવમાં વધારો કરી દીધો છે. એશિયન પેઇન્ટસ પણ આગામી દિવસોમાં ૬–૮% ભાવમાં વધારો કરી શકે છે. રિપોર્ટ અનુસાર, નાણાકીય વર્ષ ૨૦૨૭ ના પ્રથમ કવાર્ટરમાં કંપનીઓના નફા પર દબાણ આવી શકે છે.
ટેકસટાઇલ એસોસિએશન ઓફ ઇન્ડિયાના ઉપપ્રમુખ યોગેશ મહાજન કહે છે કે છેલ્લા એક થી બે મહિનામાં સિન્થેટિક ફિલામેન્ટના ભાવમાં ૨૫ થી ૩૦ ટકાનો વધારો થયો છે. તેમનું કહેવું છે કે ઘણી કાપડ મિલોએ ઉત્પાદનના કલાકો ૧૮ કલાકથી ઘટાડીને ૧૦ કલાક કર્યા છે, જે કાર્પેટ, ધાબળા અને ચાદર જેવા ઉત્પાદનોને પણ અસર કરી રહી છે. યોગેશ સમજાવે છે કે સરકારે પેટ્રોલિયમ ઉત્પાદનો પર કસ્ટમ ડુટીમાં રાહત આપી છે, પરંતુ કાચા માલના ભાવમાં વધારો થવાથી ઉત્પાદન ખર્ચ વધી રહ્યો છે.ટેકસટાઇલ એસોસિએશનના જનરલ સેક્રેટરી ડી.કે. સિંહે જમીની વાસ્તવિકતા વધુ સ્પષ્ટ્ર કરી. તેમનું કહેવું છે કે ગેસ સિલિન્ડરની અછત અને ફુગાવાના કારણે મોટી સંખ્યામાં મિલ કામદારો તેમના ગામડાઓમાં પાછા ફરી રહ્યા છે. સિલ્વાસા જેવા ઉદાહરણો આપતા તેમણે કહ્યું કે ઔધોગિક વિસ્તારોમાં મજૂરીમાં ૨૦% ઘટાડો થયો છે, જેના પરિણામે પોલિએસ્ટર ઉત્પાદનમાં ૩૦% ઘટાડો થયો છે. તેમના મતે, દેશભરમાં આશરે ૨૦% કાપડ મિલો બધં થઈ ગઈ છે, યારે ૩૦% થી ૪૦% એકમો તેમની ક્ષમતાથી અડધી ક્ષમતાએ કાર્યરત છે



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application
Recent News