જામનગરમાં 128 હાઇરાઇઝડ બિલ્ડીંગ અને 17 ખાનગી હોસ્પીટલને ફાયરની નોટીસ

  • June 02, 2021 01:15 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

99 શાળા-કોલેજ, 3 સિનેમાઘર અને 109 કોમર્શિયલ બિલ્ડીંગને 15 દિવસમાં ફાયર સેફટીની સુવિધા ઉપલબ્ધ કરાવવા નોટીસ: ખાનગી હોસ્પીટલો, હાઇરાઇઝડ બિલ્ડીંગો તેમજ અન્ય બિલ્ડીંગોમાં ફાયરની સુવિધા ન હોવા માટે જવાબદાર કોણ...??

જામનગર શહેરમાં હવે ફાયર બ્રિગેડે સલામતીના ભાગપે ધડાધડ નોટીસ પાઠવી છે, 128 હાઇરાઇઝડ બિલ્ડીંગ, 99 શાળા-કોલેજ, 17 ખાનગી હોસ્પીટલ, 3 સિનેમા ઘર અને 109 કોમર્શીયલ કોમ્પ્લેક્ષને 15 દિવસમાં ફાયરની સુવિધા રાખવા આદેશ આપવમાં આવ્યો છે અન્યથા સમગ્ર બિલ્ડીંગને સીલ કરી દેવામાં આવશે, ફાયરના મામલે ફાયર બ્રિગેડ કોઇપણ જાતની કચાશ રાખવા માંગતુ નથી, રાજયમાં બની રહેલા આગના બનાવના કારણે સરકારનો આદેશ હોય નોટીસો પાઠવવાની કામગીરી પુરજોશમાં કામ કરી દેવામાં આવી છે.

જામનગરમાં ફાયર બ્રિગેડ દ્વારા અનેક ખાનગી હોસ્પીટલો, મોટી મોટી હાઇરાઇઝડ બિલ્ડીંગો તેમજ અન્ય બિલ્ડીંગોને ફાયરની સુવિધા ન રાખવા બદલ નોટીસો પાઠવી દેવામાં આવી છે અને જો આ આદેશનો ભંગ કરાશે તો બિલ્ડીંગો પણ સીલ કરી દેવામાં આવશે તેમ આ નોટીસમાં જણાવાયું છે.

જામનગર શહેરમાં અનેક બિલ્ડીંગો એવા છે કે વર્ષોથી આ બિલ્ડીંગોમાં ફાયર સિસ્ટમ છે જ નહીં અને કેટલાક બિલ્ડીંગોમાં તો જે સુવિધા છે તે કામ કરતી નથી, શહેરના ટાઉનહોલ, સુપર માર્કેટ, ખોડીયાર કોલોની, દિગ્વીજય પ્લોટ, ચાંદીબજાર, સેતાવાડ, પાર્ક કોલોની, એસટી રોડ, શ સેકશન રોડ, રણજીતનગર સહિતના વિસ્તારોમાં કેટલીક બિલ્ડીંગો એવી છે કે હજુ સુધી ત્યાં ફાયરની કોઇ સુવિધા નથી, શહેરની કેટલીક સ્કુલોમાં તો હજુ નોટીસ આપી દીધી હોવા છતા પણ ફાયરની સુવિધાના નામે મીંડુ છે. ફાયર સ્ટાફની ઢીલી નીતીના કારણે ખાનગી હોસ્પીટલો અને સ્કુલોમાં પણ ફાયર સેફટીની સુવિધા રાખવામાં આવી નથી.

જયારે જયારે રાજયમાં કોઇ મોટી દુર્ઘટના થાય ત્યારે ફાયર શાખા ઓચિંતી એલર્ટ થઇ જાય છે અને ફાયર સેફટી રાખવા માટેનું એનઓસી લેવા ધડાધડ નોટીસો ફટકારી દેવામાં આવે છે પરંતુ શા માટે નોટીસ અંગે કાયમી પોલીસ રાખવામાં આવતી નથી, સુરતની ઘટના બાદ સમગ્ર રાજયમાં ફાયર બ્રિગેડ જાગ્યુ હતું ત્યારબાદ રાજકોટની એક ખાનગી હોસ્પીટલમાં આગ લાગ્યા બાદ તમામ હોસ્પીટલોને ચેક કરવાની કાર્યવાહી કરવામાં આવી હતી પરંતુ થોડા દિવસ બાદ આ કાર્યવાહી ઠપ્પ થઇ જાય છે તેમ લોકો કહી રહયા છે.

જામનગરની વસતી 7.5 લાખ સુધી પહોંચી ગઇ છે પરંતુ ફાયર બ્રિગેડનો સ્ટાફ જેટલો હોવો જોઇએ તેનાથી અડધો પણ નથી, તે પણ એક હકીકત છે. જામનગરની અનેક બિલ્ડીંગો એવી છે કે આ બિલ્ડીંગમા ફાયર સેફટીના નામે મીંડુ છે, રાજકીય અગ્રણીઓ, નગરસેવકો જયારે જયારે આવા બિલ્ડીંગના સંચાલકોને નોટીસ આપે છે ત્યારે આ નોટીસને ઢાંકપીછોડો કરવા માટે મેદાનમાં આવી જાય છે પરંતુ દુકાનદારો કે લોકોની સેફટી માટે એવી કોઇ તકેદારી રાખવામાં આવતી નથી અને ભલામણનો ધોધ કરવામાં આવે છે.

જામનગરની 17 થી વધુ ખાનગી હોસ્પીટલોને ફાયર સેફટી ન હોવાના કારણે નોટીસ પાઠવી દેવામાં આવી છે, એટલુ જ નહીં પરંતુ આ નોટીસ બાદ શા માટે કોઇ કડક કાર્યવાહી કરવામાં આવતી નથી, અગાઉ પણ આવી નોટીસો ખાનગી હોસ્પીટલને આપવામાં આવી છે તો શું રાહ જોવામાં આવે છે કે આગ કયારે લાગે અને કયારે પગલા લેવાય તેની રાહ જોવામાં આવે છે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS