દરેડ જીઆઇડીસી પેટ્રોકેમીકલ લેબમાં આગ

  • June 15, 2021 11:47 AM 

ફાયરની ટીમ પહોંચે એ પૂર્વે આગ ઠરી: જી.જી. નજીક કેમેરા કંટ્રોલ યુનિટમાં છમકલું

જામનગર નજીક દરેડ જીઆઇડીસીમાં પેટ્રોકેમીકલ લેબમાં આગ લાગી હતી, ફાયરની ટીમ પહોંચે એ પૂર્વે આગ ઠરી ગઇ હતી, જ્યારે જી.જી. હોસ્પિટલ નજીક સીસી કેમેરા કંટ્રોલ યુનિટમાં શોર્ટ સર્કીટના થઇ હતી, જ્યારે ભૂતિયા બંગલા પાસે કચરામાં આગ લાગી હતી.

દરેડ જીઆઇડીસીમાં આવેલી ઇન્ટરટેક પેટ્રોકેમીકલ લેબોરેટરીમાં ગઇકાલે બપોરે 4 વાગ્યાની આસપાસ આગ લાગી હતી, આ અંગે ફાયર બ્રિગેડને જાણ કરવામાં આવતા ટીમ ત્યાં પહોંચે એ પૂર્વે આગ ખોરવાઇ ગઇ હતી, થોડો સમય ભાગદોડ મચી હતી, જો કે આગનું કારણ જાણવા મળ્યું ન હતું.

જી.જી. હોસ્પિટલમાં ગેઇટ પાસે સીસી ટીવી કેમેરા કંટ્રોલ યુનિટમાં શોર્ટ સર્કીટથી ધુમાડા નીકળતા આજુબાજુના કર્મચારીઓ અને ફાયરની ટીમને જાણ થતાં દોડી ગઇ હતી. આ ઉપરાંત ગત રાત્રિના ભૂતિયા બંગલા નજીક કચરામાં આગ લાગતા ફાયરની ટીમે ત્યાં જઇને કાર્યવાહી કરી હતી.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS