જી.જી. હોસ્પિટલમાં ફાયર વિભાગની મોકડ્રીલ યોજાઈ

  • June 07, 2023 10:23 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

જામનગરની સરકારી જી.જી. હોસ્પિટલના કોવીડ વિભાગમાં ફાયર શાખાની મોકડ્રીલ યોજવામાં આવી હતી, અને નિર્ધારિત સમય દરમિયાન આગ બુઝાવવા અંગેની કામગીરીનું નિદર્શન યોજાયું હતું, જેમાં પોલીસ વિભાગ, સિક્યુરિટી વિભાગ, અને જી.જી. હોસ્પિટલના તબિબ તથાય પેરા મેડિકલ સ્ટાફ વગેરે જોડાયા હતા.
 જામનગર મહાનગરપાલિકાના  ફાયર શાખાના કંટ્રોલ  વિભાગમાં ગઇકાલે સવારે શહેરની જી.જી. હોસ્પિટલના કોવિડ વોર્ડ માં આગ લાગી હોય તેવો ફાયર કંટ્રોલ રૂમને મેસેજ મળતાં  તાત્કાલિક ધોરણે ફાયર ફાઈટર સાથેનો કાફલો જી.જી. હોસ્પિટલ ખાતે પહોંચ્યો હતો અને ત્યાં લાગેલી આગને બુજાવવાના પ્રયત્નો હાથ ધર્યા હતા.
અંતે આ સમગ્ર કામગીરીને મોકડ્રીલ જાહેર કરી હતી , જે દરમિયાન જી. જી. હોસ્પિટલના સ્ટાફને  તાત્કાલિક અસરથી લાગેલી આગને કાબુમાં કઈ રીતે લેવી તે સહિતનું માર્ગદર્શન આપવામાં આવ્યું હતું ,
જામનગરના ચીફ ફાયર ઓફિસર કે.કે.બીશ્નોઈ ના માર્ગદર્શન મુજબ દર મહિને ફાયર શાખા દ્વારા આ રીતે મોકડ્રીલ નું આયોજન કરવામાં આવે છે, આ સમગ્ર કામગીરી ડેપ્યુટી ચીફ ફાયર ઓફિસર સી.એસ. પાંડિયનની રાહબરી હેઠળ  ફાયર શાખાના સ્ટાફે કરી હતી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application