જામનગરમાં પ્રોવિઝન સ્ટોરમાં શોર્ટ સર્કિટથી આગ

  • November 22, 2024 10:23 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

ફાયરની ટુકડીએ આગ બુઝાવી : બેડી બંદર રોડ પર ત્રણ સ્થળે ઘાસમાં આગ


જામનગરમાં પટેલ કોલોની વિસ્તારમાં આવેલી એક પ્રોવિઝન સ્ટોરમાં ગઈ રાત્રે શોર્ટ સર્કિટ થવાના કારણે આગ લાગી હતી, અને અનાજ-કરિયાણું- ફર્નિચર વગેરે સળગી ગઇ હતી. આ ઉપરાંત જામનગરના બેડેશ્ર્વર રોડ પર ગઈકાલે આગના ત્રણ બનાવો બનતાં ફાયરના જવાનોને દોડધામ રહી હતી.


જામનગરમાં પટેલ કોલોની શેરી નંબર 9 ના છેડે જય જલારામ પ્રોવિઝન સ્ટોર નામની દુકાનમાં ગઈકાલે રાત્રે બે વાગ્યા ના અરસામાં અકસ્માતે ઇલેક્ટ્રીક વાયરીંગમાં સોર્ટ સર્કિટ થવાના કારણે આગ લાગી હતી. જે આગના લબકારા જોઈને આસપાસના રહેવાસીઓ ઉઠી ગયા હતા, અને દુકાનના માલિકને જાણ કરવામાં આવી હતી.


ત્યાર બાદ ફાયર બ્રિગેડને પણ જાણ કરાઈ હતી, જેથી ફાયર ના જવાનો બનાવના સ્થળે પહોંચી ગયા હતા, અને પાણીનો મારો ચલાવી આગને કાબુમાં લઈ લીધી હતી. તે પહેલા દુકાનમાં રહેલું અનાજ કરિયાણું, પ્રોવિઝનની ચીજ વસ્તુઓ, તથા લાકડાનું ફર્નિચર વગેરે બળીને ખાખ થયા હતા.


જામનગર શહેરના ગાંધીનગરમાં એરફોર્સની જગ્યામાં તેમજ બેડેશ્વર અને બેડી બંદર રોડ ઉપર ત્રણ સ્થળોએ કચરા અને ઘાસચારામાં લાગેલી આગથી ફાયર બ્રિગેડના જવાનોમાં દોડધામ મચી ગઈ હતી અને 3 ગાડી પાણીનું ફાયરીંગ કરીને આગ બુઝાવી હતી. જોકે અન્ય કોઈ જાનહાની થવા પામી ન હતી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application
Recent News