વાંકાનેરના ઢુવા પાસે પેપર પ્રોડકટ ફેકટરીમાં આગ ભભૂકી
વાંકાનેરના ઢુવા પાસે પેપર પ્રોડકટ ફેકટરીમાં આગ ભભૂકી
June 20, 2026 11:23 AM
વાંકાનેર તાલુકાના ઢુવા નજીક આવેલ ફેકટરીમાં બપોરના સુમારે આગ લાગતા મોરબી, રાજકોટ, હળવદ અને વાંકાનેરની છ ફાયર ટીમો દોડી ગઈ હતી અને કલાકો સુધી પાણીનો મારો ચલાવી આગ પર કાબુ મેળવ્યો હતો આગમાં ફેકટરીમાં રહેલ રો મટીરીયલ્સ બળીને ખાખ થયું હતું. ઢુવા નજીક આવેલ ઈન્ડીકોન પેપર પ્રોડકટ નામની ફેકટરીમાં બપોરે ભીષણ આગ લાગી હતી બપોરે એકાદ વાગ્યાના અરસામાં મોરબી ફાયર ટીમને કોલ મળતા મોરબીથી એક બાદ એક ચાર ફાયર ટીમો દોડી ગઈ હતી તેમજ આગ વધુ વિકરાળ હોવાથી વાંકાનેર અને હળવદથી પણ એક એક ફાયર ટીમ સહીત કુલ છ ટીમોએ આગ પર કાબુ મેળવવા પાણીનો મારો ચલાવ્યો હતો અને વધુ મદદની જરત પડતા રાજકોટથી એક ફાયર ટીમ આવી ગઈ હતી. મોરબી, રાજકોટ તેમજ વાંકાનેર અને હળવદની કુલ ૭ ફાયર ટીમોએ છ કલાકથી વધુ સમય પાણીનો મારો ચલાવી આગ પર કાબુ મેળવી લીધો હતો આગને પગલે કોઈ જાનહાની થવા પામી નથી આગ કયાં કારણોસર લાગી તે પણ સ્પષ્ટ્ર થયું નથી તેમજ ફેકટરીમાં નુકશાનીનો આકં પણ હાલ મેળવી શકાયો નથી