સુરતના સિટીલાઈટ વિસ્તારમાં આવેલા કોમ્પલેક્સમાં મોટી દુર્ઘટના બની છે. કોમ્પલેક્સમાં આવેલા જીમ અને સ્પામાં આગ લાગતા બે યુવતીના મોત નિપજ્યાં છે. સ્પામાં કામ કરતી યુવતીઓ દાઝી જતાં મૃત્યુ પામી છે. આગ લાગવાની ઘટના બનતા જ ફાયર વિભાગની પાંચથી વધુ ગાડીઓ ઘટના સ્થળે પહોંચીને આગ પર કાબૂ મેળવવાની કામગીરી હાથ ધરી છે. જણાવી દઈએ કે, ગૃહ રાજ્યમંત્રીના કાર્યાલયની સામે આવેલા કોમ્પલેક્સમાં આગ લાગી છે.
ફાયર NOC માટે આ બિલ્ડિંગને અગાઉ 5 વખત અપાઈ ચૂકી છે નોટિસ
તમને જણાવી દઈએ કે આ આગની ઘટનામાં ત્રણ લોકોને બચાવી લેવામાં આવ્યા છે અને આ બિલ્ડિંગને અગાઉ 5 વખત ફાયર NOC માટે નોટિસ પણ આપવામાં આવી ચૂકી છે. ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવીની ઓફિસની સામે જ આ કોમ્પલેક્સ આવેલુ છે અને તેમાં આગની ઘટના બની છે. ઘટનાની જાણ થતાં જ વેસુ અને મજુરા ફાયર વિભાગનો કાફલો ઘટના સ્થળે પહોંચ્યો અને આગ પર કાબૂ મેળવવાની તજવીજ હાથ ધરી છે.
શોર્ટ સર્કિટથી આગ લાગી: મેયર દક્ષેશ માવાણી
સુરતના સિટી લાઈટ વિસ્તારમાં બનેલી આગની ઘટનાની જાણકારી મળતા જ શહેરના મેયર દક્ષેશ માવાણી ઘટનાસ્થળે પહોંચ્યા અને તેમને જાણકારી આપતા જણાવ્યું કે શોર્ટ સર્કિટથી આગ લાગી હતી, આ કોમ્પલેક્ષને ફાયર NOC માટે નોટિસ પણ આપી હતી. ઉલ્લેખનીય છે કે આ આગની ઘટનામાં બે લોકોએ પોતાના જીવ ગુમાવ્યા છે. જો કે રાહતની વાત એ છે કે હાલમાં ફાયર વિભાગે આગ પર કાબૂ મેળવી લીધો છે અને આ આગની ઘટનામાં 2 લોકોને બચાવી પણ લેવામાં આવ્યા છે.
ગેરકાયદે સ્પા
સુરતના સિટીલાઈટ વિસ્તારમાં આવેલા શિવપૂજા કોમ્પ્લેક્સમાં આગ લાગી, જેમાં બે મહિલાના મોત થયા છે. ત્યારે આ સ્પા ગેરકાયદેસર ચલાવવામાં આવી રહ્યું હતું અને જીમમાંથી સ્પામાં જવાનો રસ્તો હતો. ત્યારે જીમમાં ફાયર સેફ્ટીના સાધનોનો પણ અભાવ હતો અને જેને લઈને ફાયર વિભાગે જીમ સંચાલકને નોટિસ પણ ફટકારી હતી. જીમમાં શોર્ટ સર્કિટના કારણે આગ લાગી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationડોનાલ્ડ ટ્રમ્પને સોશિયલ મીડિયા પર મળી જાનથી મારી નાખવાની ધમકી, જાણો ધમકી આપનાર સાથે શું થયું
January 27, 2025 10:10 AMરાજકોટમાં ક્રિકેટનો જંગ: ઇન્ડિયા-ઇંગ્લેન્ડના ખેલાડીઓનું ભવ્ય સ્વાગત, ગરબાની રમઝટથી કાઠિયાવાડી રંગત
January 27, 2025 12:53 AMતેલંગાણા: વારંગલમાં ટ્રકમાંથી ઓટો પર રેલ્વે ટ્રેકના સળિયા પડ્યા, 1 બાળક સહિત 7 લોકોના મોત, 6 ઘાયલ
January 26, 2025 05:14 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech