જામનગરમાં ફ્લેટમાં એરકન્ડિશન મશીનમાં આગથી દોડધામ

  • May 17, 2025 11:37 AM 

વીરલ બાગ વિસ્તારમાં ફાયરે આગ બુઝાવી


જામનગરમાં વિરલ બાગ નજીક મહાવિર એપાર્ટમેન્ટના ગ્રાઉન્ડ ફ્લોરમાં એક ભાડૂતી ફ્લેટમાં આજે સાંજે એર કન્ડિશન મશીનમાં શોર્ટ સર્કિટ થવાના કારણે આગ લાગી હતી.


એર કન્ડિશન મશીનનું બહારના ભાગનું આઉટર સળગવા લાગ્યું હતું, અને ધીમે ધીમે આગ ની જ્વાળા દેખાવા લાગી હતી. જેથી એપાર્ટમેન્ટ ના રહેવાસીઓમાં દોડધામ થઈ હતી. 

જે આગના બનાવ અંગે ફાયર બ્રિગેડને જાણ કરાતાં ફાયર શાખાની ટુકડી તાબડતોબ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી, અને પાણીનો મારો ચલાવી આગને તુરતજ કાબુમાં લઈ લીધી હતી, જેથી આગ વધુ પ્રસરતી અટકી હતી, અને સર્વે એ હાશકારો અનુભવ્યો હતો.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application