ગીરગઢડાના પડાપાદર ગામે બારદાન ભરેલા ટ્રકમાં આગ: લાખનું નુકસાન

  • March 05, 2021 11:11 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

ઉનાનાં ગીરગઢડા તાલુકાનાં પડાપાદર ગામની સીમમાં રાવલ જૂથ યોજના હેઠળ સિંચાઈ વિભાગની કેનાલ પાસે એક ટ્રકમાં ખાલી બારદાન ડુંગળી ભરવા લાવેલ હોય ટ્રકમાં ખાલી બારદાનનો મોટો જથ્થો હતો. તે ટ્રક ઉભો હતો, ત્યારે ટ્રક ઉપર પસાર થતી ૧૧ કેવીની હેવી વીજ વાયર પસાર થતો હતો.

પવનને કારે વાયરો ભેગા થઈ જતાં તણખા ઉડતા ટ્રકમાં રહેલ બારદાન ઉપર પડતા બારદાનો ભડભડ સળગવા લાગેલ ટ્રકચાલક તથા મજૂરોએ સમય સૂચકતા વાપરી તમામ સળગતા બારદાનો ટ્રકમાંથી નીચે ફેકી દીધેલ લોકોએ પાણીનો મારો ચલાવી આગ કાબુમાં લીધી હતી. બારદાનો બળી જતાં અંદાજીત રૂ.૧ લાખ ૫૦ હજારનું નુકસાન ગયાનું મનાય છે. ટ્રક તથા માણસોનો આબાદ બચાવ થયો હતો.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS