જામનગરના લાલવાડી હાપા યાર્ડ રોડ નજીક આવેલ ઝુપડાઓમાં આગ લાગતા દોડધામ મચી ગઇ હતી, ફાયરની ટીમ તાકીદે ત્યાં દોડી જઇ પાણીનો મારો ચલાવી આગને ઠારી હતી, જો કે ઝુપડાઓ સળગી જતા સરસામાનને નુકશાન પહોચ્યુ હતું.
લાલવાડી હાપા યાર્ડ મેઇન રોડ, જ્ઞાનગંગા સ્કુલ પાસે આવેલા ૩ થી ૪ ઝુપડાઓમાં આજે સવારે આગ લાગતા આ અંગે ફાયર બ્રિગેડને જાણ કરવામાં આવી હતી, તાત્કાલીક ટીમ સ્થળ પર પહોચી હતી અને પાણીનો મારો ચલાવીને આગને ઠારવામાં આવી હતી.
આગના કારણે સરસામાન સહિતની વસ્તુઓ બળીને રાખ થઇ ગઇ હતી. જેના કારણે અંદાજે ૪૦ થી ૫૦ હજારનું નુકશાન પહોચ્યુ હતું, મજુરોના ઝુપડાઓમાં અકસ્માતે આગ લાગી હોવાનું પ્રાથમિક દ્રષ્ટીએ જાણવા મળ્યું છે, સદનશીબે મોટી દુર્ઘટના ટળી હતી.