સમગ્ર રાજકોટ શહેરમાં ફટાકડાના ફક્ત 253 સ્ટોલને જ ફાયર એનઓસી ઇસ્યુ કરવામાં આવ્યા છે અને હજુ 155 જેટલી અરજીઓ પેન્ડિંગ છે ત્યારે આજે સવારથી ફટાકડાના ધંધાર્થીઓ મહાપાલિકામાં દોડધામ કરતા નજરે પડ્યા હતા.
ટીઆરપી ગેમઝોન દુર્ઘટના બાદ ફાયરના નિયમો કડક બનાવવામાં આવ્યા છે. જે અંતર્ગત આ વર્ષે ફટાકડાના સ્ટોલને લાયસન્સ મેળવવા માટે સાત કોઠા વીંધવા પડે તેવી સ્થિતિ સર્જાઈ છે. છતાં અનેક મોટા વિક્રેતાઓએ ફટાકડાના સ્ટોલ માટે ફાયરની મંજુરી મેળવવા અરજી કરેલ જેમાં આજ સુધીમાં 253 સ્ટોલને ફાયર એનઓસી ફાળવી દેવામાં આવી છે અને પેન્ડિંગ રહેલ 155 સ્ટોલની સ્થળ તપાસની કામગીરી સાંજ સુધીમાં પૂર્ણ થતાં તમામને ફાયર એનઓસી આપી દેવામાં આવશે તેમ ફાયર વિભાગે જણાવ્યુ હતું. રાજકોટ શહેરમાં દર વર્ષે નાના-મોટા 1000થી વધુ ફટાકડાના સ્ટોલ થતાં હોય છે. પરંતુ આ વર્ષે સરકાર દ્વારા ફાયર અંતર્ગત નવો એસઓપી જાહેર કરવામાં આવ્યો છે. જેમાં ફટાકડાના સ્ટોલ માટે નવા નિયમો અમલમાં મુકતા એક ફટાકડાનો સ્ટોલ શરૂ કરવા માટે અંદાજે 10થી 15 હજાર રૂપિયાનો ખર્ચ થતો હોવાનો વિક્રેતાઓ કહી રહ્યા છે. જેના કારણે નાના ધંધાર્થીઓએ આ વખતે ફટાકડાનો સ્ટોલ કરવાનું માંડી વાળ્યું છે. છતાં મોટા વિક્રેતાઓએ ફટાકડાના સ્ટોલની ફાયર એનઓસી મેળવવા માટે મનપાના ફાયર વિભાગમાં અરજી કરી હતી. નિયમ મુજબ ફાયર એનઓસી મળ્યા બાદ પોલીસ વિભાગ દ્વારા સ્ટોલ ચાલુ કરવાની મંજુરી અપાઈ છે. આથી આજ સુધીમાં 408 વિક્રેતાઓએ ફટાકડાના સ્ટોલ માટે અરજી કરેલ જે પૈકી 253 સ્ટોલ ધારકોને ફાયર એનઓસી આપી દેવામાં આવી છે. જ્યારે 155 સ્ટોલની સ્થળ તપાસ સહિતની કામગીરી સાંજ સુધીમાં પુર્ણ કરી ફાયર એનઓસી આપી દેવામાં આવશે. તેમ ફાયર વિભાગે જણાવ્યું હતું.
ફાયર વિભાગે વધુમાં જણાવેલ કે, સરકાર દ્વારા નવો એસઓપી જાહેર કરેલ છે. જે મુજબ ફટાકડાના સ્ટોલ ધારકો માટે નવા નિયમોની અમલવારી કરવી અઘરી બની છે. આથી અમે અરજદાર જ્યારે અરજી કરવા આવે ત્યારે તેમની પૂછપરછ કરી નિયમોની અમલવારીમાં શું ઘટે છે તે જાણવામાં આવે છે અને તેના આધારે જ અરજી સ્વીકારવામાં આવી રહી છે. જેના લીધે નિયમોની અમલવારી નહીં થઈ શકતી હોય તેવા સ્ટોલ ધારકોને અરજી કરતા રોકવામાં આવે છે. અને રજુ થયેલ અરજીઓ માંથી એક પણ અરજી રિકેક્ટ ન થાય તેનો પણ ખ્યાલ રાખવામાં આવે છે આથી આજ સુધીમાં 408 વિક્રેતાઓએ અરજી કરેલ છે. અને પ્રારંભીક ધોરણે તમામ સ્ટોલ ધારકોએ નિયમોનું પાલન કરેલ હોવાનું સ્થળત પાસ દરમિયાન જાણવા મળેલ હોય પ્રથમ તબક્કે 253 સ્ટોલને ફાયર એનઓસી ફાળવી દેવામાં આવી છે. જ્યારે સાંજ સુધીમાં બાકી રહેલા 155 સ્ટોલ ધારકોને પણ સ્ટોલ ધારકોને ફાયર એનઓસી આપી દેવાશે. પરંતુ શેરી-ગલીએ રેકડીમાં ફટાકડા વહેંચતા નાના ફેરીઆઓ વિરુદ્ધ નિયમ મુજબ કોઈ જાતની કાર્યવાહી થઈ શકતી ન હોય આ વખતે પણ રેકડીઓમાં વગર લાઈસન્સે ફટાકડા વહેંચાતા જોવા મળશે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationલાલપુર તાલુકા પંચાયત ખાતે સામાન્ય સભા અને કારોબારી નું આયોજન, વર્ષ 2025- 26નું બજેટ પાસ
December 23, 2024 06:05 PMજામનગર : સીટી બી પોલીસ દ્વારા ટાઉનહોલ વિસ્તારમાં આવારા બાવરી તત્વોને દૂર કરાયા
December 23, 2024 06:03 PMપૂર્વ ક્રિકેટર વિનોદ કાંબલીની તબિયત લથડી... થાણેની હોસ્પિટલમાં દાખલ
December 23, 2024 05:41 PMહવે ધોરણ 5 અને 8માં વિદ્યાર્થી નાપાસ થશે તો પછીના વર્ગમાં પ્રમોશન મળશે નહીં
December 23, 2024 05:19 PMશેખ હસીનાને બાંગ્લાદેશ પરત કરો, યુનુસ સરકારે ભારત સરકારને પત્ર લખ્યો, હસીના પર 225થી વધુ કેસ
December 23, 2024 04:50 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech