રાજકોટમાં જાહેરમાં એંઠવાડ ફેંકવા બદલનો દડં રૂા.૨૫૦થી વધારી ૧૦૦૦

  • February 01, 2024 04:25 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

રાજકોટ શહેર સમગ્ર દેશમાં સ્વચ્છતામાં સાતમા ક્રમે હતું ત્યાંથી ૨૯મા ક્રમે ફેંકાઈ જતા રાજકોટ મહાપાલિકા તત્રં ગંભીર બની ગયું છે. દરમિયાન સ્વચ્છતા ઝૂંબેશ અંતર્ગત ગંદકી ફેલાવનારાઓને કરાતા દંડની રકમ વધારવા મ્યુનિ. કમિશનરે સૂચવી દીધું છે અને તે મુજબ હવેથી જાહેરમાં અેંઠવાડ ફેંકવાનો દડં રૂા.૧૦૦૦ વસુલવામાં આવશે. હાલ સુધી આ દંડની રકમ રૂા.૨૫૦ હતી જેમાં સીધો જ ચાર ગણો વધારો કરવામાં આવ્યો છે અને હવેથી જાહેરમાં કોઈ અેંઠવાડ ફેંકતા ઝડપાશે તો તેની પાસેથી રૂા.૧૦૦૦નો દડં વસુલવામાં આવશે.
વિશેષમાં મહાપાલિકાના સુત્રોએ જણાવ્યું હતું કે પ્રથમ વખત જાહેરમાં અેંઠવાડ ફેંકતા પકડાય તો રૂા.૧૦૦૦, બીજી વખત પકડાય તો રૂા.૧૫૦૦ અને ત્રીજી વખત પકડાય તો રૂા.૨૦૦૦નો દડં વસુલવામાં આવશે. આ જ રીતે ખાનગી હોટેલો અને રેસ્ટોરન્ટ તેમજ પાર્ટી પ્લોટ વિગેરે જો તેમનો અેંઠવાડ સહિતનો કચરો જાહેરમાં ફેંકતા ઝડપાય તો પ્રથમ વખત રૂા.૩૦૦૦, બીજી વખત રૂા.૬૦૦૦ અને ત્રીજી વખત રૂા.૧૦,૦૦૦નો દડં કરાશે. હાલ સુધી ડસ્ટબીન ન રાખતા હોય તેને રૂા.૫૦નો દડં કરાતો હતો જે વધારીને હવે રૂા.૨૦૦ કરવામાં આવ્યો છે. જો હોટલ, રેસ્ટોરન્ટ કે પાર્ટી પ્લોટમાં ડસ્ટબીન નહીં હોય તો તેને રૂા.૧૦૦૦નો દડં કરાશે. બાયોમેડિકલ વેસ્ટનો જાહેરમાં નિકાલ કરનાર ખાનગી હોસ્પિટલોને હાલ સુધી રૂા.૧૦,૦૦૦નો દડં કરાતો હતો તેમાં દંડની રકમ વધારીને પ્રથમ વાર પકડાય તો રૂા.૧૫,૦૦૦, બીજી વખત પકડાય તો રૂા.૨૦,૦૦૦ અને ત્રીજી વખત પકડાય તો રૂા.૨૫,૦૦૦નો દડં વસુલવા સૂચવ્યું છે. આ ઉપરાંત જાહેરમાં ગંદકી કરનારને હાલ સુધી રૂા.૨૫૦નો દડં કરાતો હતો જે વધારીને રૂા.૫૦૦ કરવામાં આવ્યો છે. જાહેરમાં ગંદકી કરતા પ્રથમ વખત પકડાય તેને રૂા.૫૦૦, બીજી વખત પકડાય તેને રૂા.૮૦૦ અને ત્રીજી વખત પકડાય તેને રૂા.૧૦૦૦ દડં કરાશે. શહેરના ત્રણેય ઝોનમાં ગંદકી ફેલાવનારાઓને પકડવા ત્રણ લાઈંગ સ્કવોડની કમિશનરે રચના કરી છે અને આ ત્રણેય લાઈંગ સ્કવોડને ચેકિંગ કરવાના એરિયા દરરોજ બદલવામાં આવશે જેથી કોઈપણ પ્રકારની લાગવગશાહી ચાલશે નહીં.


ટૂંક સમયમાં રાજકોટ બિલ્ડર્સ એસોસીએશન સાથે બેઠક યોજશે મ્યુનિ. કમિશનર આનદં પટેલ

રાજકોટ શહેરમાં ફેલાતી ગંદકીમાં બિલ્ડર્સ અને ડેવલપર્સનો પણ મોટો ફાળો રહે છે ખાસ કરીને યાં આગળ બાંધકામ સાઈટ ચાલતી હોય ત્યાંથી નિકળતો કન્સ્ટ્રકશન અને ડિમોલીશન વેસ્ટનો યાં–ત્યાં નિકાલ થતો હોય છે આવું ન થાય તે માટે તેમજ નિર્ધારિત સાઈટ ઉપર જ સી એન્ડ ડી વેસ્ટનો નિકાલ થાય તે માટે મ્યુનિ. કમિશનર આનદં પટેલ આગામી એકા'દ બે દિવસમાં રાજકોટ બિલ્ડર્સ એસોસીએશન સાથે બેઠક યોજનાર છે. જાહેરમાં સી એન્ડ ડી વેસ્ટ ફેંકતા ઝડપાય તેની પાસેથી પ્રથમ વખતમાં રૂા.૫૦૦૦નો દંડ, બીજી વખતમાં રૂા.૧૦,૦૦૦નો દડં અને ત્યાર પછી પણ ન સુધરે અને ત્રીજી વખત જાહેરમાં ગંદકી ફેલાવતા ઝડપાય તો રૂા.૧૫,૦૦૦નો દડં વસુલવામાં આવશે. આ દડં હાજર દડં પ્રકારનો રહેશે મતલબ કે તેની સ્થળ ઉપર જ વસુલાત કરવામાં આવશે કોઈપણ પ્રકારના મેમા આપવામાં આવશે નહીં.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application