જાણો અધિકમાસમાં જન્મેલા બાળકોનું ભાગ્ય કેવું હોય છે

  • October 28, 2020 02:04 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

અધિકમાસમાં શુભકાર્ય માટે મનાઈ કરવામાં આવી છે. હિન્દુ શાસ્ત્રોમાં કહેવાયું છે કે આ મહિનો માત્ર ઘાર્મિક કાર્ય અને ભક્તિભાવ માટે જ હોય છે. આ દિવસોમાં બાળકોના જન્મ બાબતે પણ અવનવી માન્યતાઓ પ્રવર્તે છે.

 

કહેવાય છે કે મળમાસમાં જન્મેલ બાળકો ખૂબ ભાગ્યવાન હોય છે. આ સમય દરમિયાન સીમંત પ્રસંગ રોકવામાં આવતો નથી. બાળકોના જન્મથી વિશેષ પૂજા કરવાની પરંપરા જોવા મળે છે. અધિકામાસમાં જે બાળકોનો જન્મદિવસ આવે છે તેની ઉજવણી પણ વિશેષ પૂજન દ્વારા કરવામાં આવતી હોય છે.

 

પુરુષોતમ માસમાં કોઈ શુભ કાર્ય કરવામાં આવતું નથી પરંતુ બાળકોના જન્મને ખૂબ ધૂમધામથી ઉજવવામાં આવે છે અને કહેવાય છે આ મહિનામાં જન્મેલ બાળકો ચમકેલું ભાગ્ય લઈને જન્મે છે. ઉપરાંત આવા બાળકો ખૂબ ભાગ્યશાળી હોવાથી તેના માતાપિતાનું નશીબ પલટી શકે છે અને પરિવારજનોનાં ભાગ્યોદય માટે નિમિત બની શકે છે. આ સમય દરમિયાન જન્મેલ બાળકોને મા ગૌરી અને પુરુષોતમ ભગવાનનું સ્વરૂપ માનવામાં આવે છે.

 

 


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application