જાણો નરેન્દ્ર મોદી અને શિંજો આબેએ ફોન પર શું વાતચીત કરી

  • October 28, 2020 11:34 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શિંજો આબે સાથે ફોન પર વાત કરી છે. આ દરમિયાન મોદીએ બંને દેશો સાથેના સંબંધને મજબૂત બનાવવા માટે આબેની વ્યક્તિગત પ્રતિબધ્ધતા અને નેતૃત્વને લઈને આભાર વ્યક્ત કર્યો હતો, તેમજ બંને દેશોની સેના વચ્ચે થયેલ સમાધાનનું સ્વાગત કર્યુ હતુ.

 

પીએમ મોદી અને શિંજો આબેએ બંનેમાં આપસી વિશ્વાસ અને મિત્રતાની પુષ્ટિ કરતા એક બીજાના દેશોની મુલાકાત દરમિયાન થયેલ અનુભવોને વાગોળ્યા હતા તેમજ મુંબઈ અમદાવાદ હાઈ સ્પીડ રેલ પરિયોજનાની સમીક્ષા કરી હતી. બગડતા સ્વાસ્થ્યના કારણે જાપાનના શિંજો આબે તેનું પદ છોડવાના છે. પદ છોડવા પહેલા થયેલ વાતચીતમાં મોદી અને શિંજો એ બાબત પર સહમત થયા હતા કે કોવિડ 19 પછી પણ બંને દેશોના સંબંધ મજબૂત અને સ્થાયી ભાગીદારી વૈશ્વિક સમુદાયમાં મહત્વપૂર્ણ ભૂમિકા નીભાવશે.

 

ઉપરાંત બંને નેતાઓએ ભારતીય સશસ્ત્ર દળ અને જાપાનના આત્મરક્ષા દળો વચ્ચે આપુર્તિ અને સેવાઓના પારસ્પરિક કાયદા પર કરાર પર હસ્તાક્ષર કરવાની બાબતને આવકારી હતી અને બંને દેશો વચ્ચે સુરક્ષા સહયોગને વધુ ગાઢ કરવા સહમતિ દર્શાવવામાં આવી હતી. કોરોના કાળમાં બંને દેશોના નાગરિકોના સમર્થનની પ્રશંસા કરવામાં આવી હતી. તેમજ સંબંધ વધુ ગાઢ બનાવવા માટે પ્રયત્ન ચાલુ રાખવાની વાત કરવામાં આવી હતી. મોદી અને શિંજોએ એક બીજાને શુભેચ્છા આપી હતી.

 


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS