જાણો નવરાત્રીની શરૂઆત કેવી રીતે થઈ હતી?

  • October 28, 2020 11:34 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

આસુ મહિનામાં આવતી નવરાત્રીનું મહત્વ ખૂબ જ રહેલું છે. શાસ્ત્રોમાં જણાવ્યા અનુસાર દર વર્ષે શ્રધ્ધપક્ષ બાદ નવરાત્રી શરુ થતી હોય છે જ્યારે આ વર્ષે અધિકમાસ આવતો હોવાથી નોરતા ૧૭ તારીખથી શરુ થાય છે અને ૨૫ ઓક્ટોમ્બર સુધી ચાલશે.

 

હિન્દુ શાસ્ત્ર અનુસાર આસો માસની નવરાત્રીમાં માની ભક્તિભાવ કરવાનું અનેરું મહત્વ છે. નવ દિવસ સુધી માના જુદા જુદા રૂપનું પૂજન કરવામાં આવે છે. મહિષાસુર નામનાં રાક્ષાસે બ્રહ્માજીની આરાધના કરીને કોઈથી મારે નહી એવું વરદાન પ્રાપ્ત કરી હાહાકાર મચાવી દીધો હતો. તમામ જીવોને તે ખૂબ પરેશાન કરતો હતો અને અંતે બધા દેવી દેવતાઓએ માં જગદંબાને પ્રાર્થના કરી કે આ રાક્ષસનાં અત્યાચારમાથી તેમને ઉગારે. આથી માં જગદંબાએ દુર્ગા રૂપે નવ દિવસ સુધી મહિષાસુર સાથે યુદ્ધ કર્યું અને તેના ત્રાસમાંથી તમામને મુક્ત કર્યા હતા. આથી ત્યારથી માંની આરાધના કરવામાં આવે છે અને નવ દિવસ સુધી માને જપ તપ્ કરીને પ્રસન્ન કરવામાં આવે છે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS