રાજકોટ અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ, જિ. રાજકોટ. ગત તા.૫ એપ્રિલને રવિવારના રોજ રાજકોટ ખાતે અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ જિ. રાજકોટની જીલ્લા કારોબારી બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું.આ બેઠકની શરૂઆત ગત બેઠકના પ્રોસીડિંગના વાચનથી કરવામાં આવી હતી, જેમાં અગાઉ લેવામાં આવેલા નિર્ણયો અને તેની અમલવારી અંગે ચર્ચા કરવામાં આવી હતી. ત્યારબાદ જીલ્લા મંત્રી સાગરભાઈ પોપટ દ્વારા વર્ષ ૨૦૨૫-૨૬ના નાણાકીય હિસાબોની વિગતવાર રજૂઆત કરવામાં આવી હતી. સાથે સાથે એસપીએલ ૨૦૨૬ ટુર્નામેન્ટની આવક-જાવકના હિસાબો રજૂ કરી કામગીરીનો અહેવાલ આપવામાં આવ્યો હતો. માતૃશક્તિ સ્પોર્ટ્સ ડે ૨૦૨૬ જેવા કાર્યક્રમની વૃત રજૂ કરવામાં આવી હતી,
આ બેઠકમાં લોધિકા તાલુકાના વરિષ્ઠ ઉપાધ્યક્ષ રામલાલભાઈ શિંગાળા દ્વારા આગામી વર્ષ ૨૦૨૬-૨૭ માટેના સદસ્યતા અભિયાન અંગે વિશેષ માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. આ તકે જીલ્લા સહ સંગઠન મંત્રી ઉમેશભાઈ પેથાણી દ્વારા માતૃશક્તિ વંદના અને કુમારિકા પૂજન જેવા સંસ્કારસભર કાર્યક્રમોના આયોજન, પ્રતિસાદ અને સમગ્ર અહેવાલની વિસ્તૃત રજૂઆત કરવામાં આવી હતી.આ તકે જીલ્લા વરિષ્ઠ ઉપાધ્યક્ષ હિરેનભાઈ વ્યાસ દ્વારા આગામી સદસ્યતા પર્વ અંગે માર્ગદર્શન આપતાં જણાવ્યું હતું કે, સંગઠનની મૂળ વિચારધારા તથા સંઘના સંસ્કાર મુજબ માર્ગદર્શન આપવામાં આવ્યું હતું, આ બેઠક દરમિયાન શિક્ષકમિત્રોના તાલુકા અને જીલ્લા કક્ષાના વિવિધ પ્રશ્નો અંગે ઊંડાણપૂર્વક ચર્ચા કરવામાં આવી હતી. જેમાં કર્મયોગી પોર્ટલમાં પ્રાપ્ત રજાઓ જમા કરાવવાની સમસ્યા, બીએલઓ સહાયકને રજા જે તાલુકામાં રજા ન મળી હોય ત્યાં હુકમ કરાવવા બાબત, વસ્તી ગણતરી સમયે ધ્યાનમાં રાખવાની બાબતો, જી-કાર્ડ સંબંધિત પ્રશ્નો, એસબીઆઇ એમઓયુ બાબતે, પીએસઇ પરીક્ષાના વિદ્યાર્થીઓની બાકી રહેલી શિષ્યવૃત્તિ, પ્રવેશોત્સવ માટેના રૂટ અને વૃક્ષોની ફાળવણી, ટીએ-ડીએ મુદ્દા, ઉંમર મુજબ સીધો પ્રવેશ અને પુન:પ્રવેશ, સીઆરસી-બીઆરસી સંબંધિત પ્રશ્નો, શાળાના સમય (૭ થી ૧૨)માં સુધારા, પરીક્ષામાં એક પાળી વ્યવસ્થા, નવા એલસી મુદ્દા, ફ્લડ કંટ્રોલ કામગીરી, તાલુકા શાળાઓમાં એચટાટ બાબતો સહિતના અનેક મુદ્દાઓનો સમાવેશ થાય છે, આ તમામ પ્રશ્નોને સંકલિત કરીને આગામી સમયમાં અધિકારીઓ સમક્ષ રજૂ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો.
આ બેઠકના અંતમાં જીલ્લા અધ્યક્ષ સંજયભાઈ હુંબલ દ્વારા છેલ્લા એક વર્ષ દરમિયાન સંગઠન દ્વારા કરવામાં આવેલી વિવિધ પ્રવૃત્તિઓ અને ઉપલબ્ધિઓની વિસ્તૃત સમીક્ષા કરવામાં આવી હતી.આ બેઠકમાં સંજયભાઈ હુંબલ, જીતેન્દ્રભાઈ મહેતા, સાગરભાઈ પોપટ, હિરેનભાઈ વ્યાસ, ઉમેશભાઈ પેથાણી, રામલાલભાઈ શિંગાળા, અરવિંદસિંહ ઝાલા, જયપર વિજયભાઈ, રમેશભાઈ રાઠોડ, દીપકભાઈ નાગ્રેચા, કેતનભાઈ નાગ્રેચા, શૈલેષભાઈ પરમાર, નકુમ કેતનભાઈ, મનીષભાઈ ચાવડા, મનીષભાઈ કાલરીયા, વિપુલભાઈ ભોજાણી, અલ્પેશભાઈ કાલરીયા, જનકભાઈ સાંડપા, નિખિલભાઈ રાઠોડ, કિરીટભાઈ છાયા, આશિષકુમાર નિમાવત સહિતના કાર્યકર મિત્રો ઉપસ્થિત રહ્યા હતા.