2015 પછી ગુજરાતમાં નાણાપંચની રચના જ થઇ નથી, હવે કરવી પડશે

  • October 25, 2024 11:36 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


ગુજરાતમાં 2015 પછી નાણાપંચની રચના કરવામા આવી નથી આ મામલે કેન્દ્ર સરકાર દ્વારા વારંવાર ટકોર કરવામાં આવ્યા પછી ટૂંક સમયમાં રાજ્યમાં નાણાપંચની રચના થાય તેવા સંકેત મળી રહ્યા છે રાજ્ય નાણાપંચની રચના નહીં થવાના કારણે રાજ્ય સરકારે તાજેતરમાં નગરપાલિકાઓની 1000 કરોડ વધુ રકમ સુધી ચૂકવવાની ફરજ પડી છે.
ગુજરાત સરકાર દ્વારા કેન્દ્રના નાણાં પંચને રાજ્યનો વધુ હિસ્સો ફાળવવા માટે રજૂઆત કરી પરંતુ હાલ રાજ્યનું નાણાં પંચ અસ્તિત્વમાં જ નથી. કેન્દ્રનું નાણાં પંચ ગુજરાતની મુલાકાતે આવ્યું ત્યારે સરકારને યાદ આવ્યું હોય કે ગુજરાતના નાણાં પંચની 2015 પછી રચના કરાઇ નથી તેથી ટૂંક સમયમાં રાજ્ય નાણાં પંચની રચના કરવા ક્વાયત હાથ ધરી છે. નાણાં પંચ નહીં હોવાના કારણે રાજ્ય સરકારે તાજેતરમાં નગરપાલિકાઓને એક હજાર કરોડથી વધુની રકમ સીધી ચૂકવવાની ફરજ પડી છે. રાજ્યના કરવેરાની આવકમાંથી ગ્રામ પંચાયત, તાલુકા જિલ્લા પંચાયતો, નગરપાલિકા-મહાનગરપાલિકાને ચોક્કસ હિસ્સો વિવિધ કામ માટે ફાળવવામાં આવતો હોય છે. જો કે ગુજરાત પ્રગતિશીલ રાજ્ય ગણાતું હોવા છતાં અન્ય રાજ્યની સરખામણીમાં નાણાં પંચની રચનામાં પાછળ છે. રાજસ્થાન, મધ્ય પ્રદેશ અને કેરળ વિગેરેમાં છ-છ ત્રણ જ નાણાં પંચ રચાયા છે. જ્યારે ગુજરાતમાં માત્ર ત્રણ નાણાપંચની જ રચના થઈ છે વર્ષ 2015માં રચાયેલા નાણાં પંચની મુદત પૂર્ણ થઇ ગયા બાદ સરકાર નાણાપંચ ની રચના કરવાનું જ ભૂલી ગઈ હતી હવે સરકારે નવા નાણા પંચના વડા અને સભ્યોની સમયમાં જાહેરાત કરવા તૈયારી કરી છે. વાસ્તવમાં 15મા કેન્દ્રીય નાણાં પંચના રિપોર્ટમાં જ જે રાજ્યોએ પોતાના નાણાં પંચની રચના કરી નથી તેમને વહેલી તકે રચના કરવા ટકોર કરી હતી પરંતુ અનેક રાજ્ય સરકારે તેનું પાલન કર્યું નથી. રાજ્યનું નાણાં પંચ નહીં હોવાથી પંચાયતો, નગરપાલિકા અને મહાનગરપાલિકાને જે હિસ્સો ફાળવવાનો થાય તે હાલ સરકાર ઉચ્ચક રીતે વિવિધ જાહેરાત કે યોજના અંતર્ગત અથવા સીધી ફાળવણી કરીને ગાડુ ગબડાવી રહી છે. છેલ્લે 1 હજાર કરોડ રૂપિયા આ રીતે સરકારે નગરપાલિકાઓને ફાળવ્યા છે.
રાજ્યની અનેક નગરપાલિકાઓની આર્થિક સ્થિતિ હાલ કફોડી છે. નગરપાલિકા પાસે લાઇટ બિલ ભરવાના પૈસા ન હોય તેવી સ્થિતિ છે. તાલુકા પંચાયત-જિલ્લા પંચાયત અને નગરપાલિકાઓને સીધુ નિયત ભંડોળ ફાળવવાની માગ પણ સ્થાનિક કક્ષાએથી અવારનવાર માગ ઊઠતી રહે છે. તે સંજોગોમાં સરકાર ક્યારે નાણાં પંચની રચનાની જાહેરાત કરે છે તે સવાલ છે. હવે રાજ્ય સરકારે નાણાપંચની જાહેરાત કયર્િ વગર પણ છૂટકો નથી જો સમયસર નાણાકીય ફાળવણી જોઈતી હશે કેન્દ્ર સરકાર પાસેથી તો આ નાણાપંચ હોવું જરૂરી છે.




લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application