આખરે સિહોર નપા.માં રોજમદારની ખોટી હાજરી પ્રકરણે ગુનો નોંધાયો

  • September 26, 2024 03:32 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


સિહોર નગરપાલિકાના કર્મચારી બહારગામ હોવા છતા તેની રજીસ્ટ્રરમાં હાજરી પુરાતી હોય જેને લઈ ચકચાર મચી જવા પામી હતી. આખરે ઉક્ત મામલે નગરપાલિકાના સુપરવાઈઝ અને બે રોજમદાર કિ મેન સામે ગુનો નોંધાતા પોલીસે ધરપકડ કરી હતી.
સિહોર નગરપાલિકામાં વોટર વર્કસ વિભાગમાં ફરજ બજાવતા રોજમદાર કી મેન તરીકે અરૂણ કાળુભાઈ ગોહેલ (રે.સિહોર) પોતાની ચાલુ નોકરી છોડી બહારગામ જતા રહ્યા હતા અને તેની જગ્યાએ અન્ય ભરતભાઈ ગોવિંદભાઈ ગોહેલ (રે.સિહોર) ને રોજમદાર કી મેન તરીકે મોકલતા હતા તેમજ આ વિભાગના નગરપાલિકામાં સુપરવાઇ ઝર તરીકે ફરજ બજાવતા અશ્વિનભાઈ રામભાઈ મયાત્રા ( રે.સિહોર) બહારગામ જતા રહેલા શખ્સની હાજરી પત્રકમાં ખોટી હાજરી બતાવી ખોટા પ્રમાણપત્રો આપી તેનો સાચા તરીકે ઉપયોગ કરી પૂર્વ યોજિત કાવતરૂ ઘડી સિહોર નગરપાલિકા પાસેથી રૂપિયા ૧,૦૦,૩૫૫ ની ગેરરીતિથી બહારગામ જતા રહેલા શખ્સના ખાતામાં પગાર જેમાં કરાવી વિશ્વાસઘાત અને છેતરપિંડી આચરતા સિહોર નગરપાલિકાના ચીફ ઓફિસર ઋષિભાઈ ચંદ્રકાન્તભાઈ દવેએ સિહોર પોલીસ મથકમાં સુપર વાઈઝર અશ્વિન ભાઈ, કિ મેન રોજમદાર અરૂણ ભાઈ અને ભરતભાઈ વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા સિહોર પોલીસે ત્રણેયની ધરપકડ કરવામાં આવી હતી.
    



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application