ફાયનલી ફાયનલ :પુષ્પા 2ની રિલીઝ ડેટ જાહેર

  • June 18, 2024 12:28 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


અલ્લુ અર્જુન 6 ડીસેમ્બરથી થિયેટર્સમાં મચાવશે ધમાલ


કરોડો ફેન્સની આતુરતાનો અંત આવ્યો છે અને પુષ્પા 2ની રિલીઝ ડેટ જાહેર કરવામાં આવી છે.
અલ્લુ અર્જુનની મોસ્ટ અવેઈટેડ ફિલ્મ પુષ્પા 2: ધ રૂલ અગાઉ આ વર્ષે 15 ઓગસ્ટના રોજ રીલીઝ થવાની હતી. પરંતુ હવે આ ફિલ્મની નવી રિલીઝ ડેટની સત્તાવાર જાહેરાત કરવામાં આવી છે.હવે નિર્માતાઓએ પુષ્ટિ કરી છે કે ફિલ્મ પુષ્પા 2 આ સ્વતંત્રતા દિવસ પર રિલીઝ થશે નહીં. ફિલ્મની નવી રિલીઝ ડેટ આવી ગઈ છે. નિર્માતાઓએ તેમના સત્તાવાર સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર નવી રિલીઝ તારીખની જાહેરાત કરી છે. આ સાથે તેણે ફિલ્મ મોકૂફ રાખવાનું કારણ પણ આપ્યું છે.
ફિલ્મના સત્તાવાર એક્સ હેન્ડલ પર તેની રિલીઝ ડેટનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. તેની રિલીઝ ડેટ જણાવતા પુષ્પાના ઓફિશિયલ પેજ પર લખવામાં આવ્યું હતું કે, 'અમે તમને બેસ્ટ આપીશું. કેટલાક સારા અનુભવોની રાહ વધી છે જે તમને થિયેટરોમાં મળશે. પુષ્પા 2 ધ રૂલની ભવ્ય રજૂઆત હવે 6 ડિસેમ્બર 2024ના રોજ થશે. તેનું શાસન અદ્ભુત હશે.પુષ્પા 2' છેલ્લા બે વર્ષથી મોસ્ટ અવેઈટેડ ફિલ્મોમાંની એક છે, જે સતત ચાર્ટમાં ટોચ પર જોવા મળી રહી છે. ફિલ્મની લોકપ્રિયતા ઉંચાઈઓને સ્પર્શી રહી છે, તેના ગીતો અને ટીઝર ઓર્ગેનીકલી 100 મિલિયન વ્યુઝને પાર કરી ચૂક્યા છે.
તાજેતરમાં, માસ જથરાનું ટીઝર, એનર્જેટિક 'પુષ્પા પુષ્પા' ટાઈટલ સોંગ અને રોમેન્ટિક ટ્રેક 'અંગારોં' યુટ્યુબ પર ખૂબ જ હિટ થયા છે. ઉપરાંત, તે બધા સૌથી લાંબા સમયથી ટોપ 10માં ટ્રેન્ડમાં જોવા મળે છે.
એટલું જ નહીં, આ એસેટ્સએ રિયલ યૂનિવર્સમાં જબરદસ્ત સફળતા પણ હાંસલ કરી છે, તેના પર મહત્તમ સંખ્યામાં યુઝર જનરેટેડ સામગ્રી બનાવવામાં આવી છે. આ ફિલ્મ પહેલા 15 ઓગસ્ટ, 2024ના રોજ રીલિઝ થવાની હતી, પરંતુ હવે વિચારણા બાદ ફિલ્મને 6 ડિસેમ્બર, 2024ની નવી રિલીઝ ડેટ આપવામાં આવી છે.'પુષ્પા 2: ધ રૂલ' ફિલ્મમાં આઇકોન સ્ટાર અલ્લુ અર્જુન, રશ્મિકા મંદન્ના અને વર્સેટાઇલ એક્ટર ફહાદ ફાસિલ મુખ્ય ભૂમિકામાં છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application