અંતે ગુલાબનગર શાકમાર્કેટ 1.46 કરોડમાં વેચવા સ્ટેન્ડીંગની જનરલ બોર્ડને ભલામણ

  • June 04, 2021 11:11 AM 

2009 માં બનેલી શાકમાર્કેટ આયોજન વીનાની હતી ત્યારે 48 ગાલાની આ માર્કેટ પાછળ થયો હતો ા. 22 લાખનો ખર્ચ : જવાબદારો સામે શા માટે પગલા નહીં...?

જામનગર મહાપાલીકામાં કેટલાક પ્રોજેકટો એવા હોય છે કે તેના પાછળ ભવિષ્યનું કોઇ આયોજન દેખાતુ હોતું નથી, 2009માં બનેલી ગુલાબનગરની 48 ગાલાની શાક માર્કેટ કયારેય શ થઇ ન હતી, આ પ્રકારનું પ્લાનીંગ કરનાર કોણ ? આવા અધિકારીઓ સામે શા માટે પગલા નહીં તેવો પ્રશ્ર્ન પુછાઇ રહયો છેં અંતે જામનગર મહાપાલીકાની સ્ટે. કમિટીએ હવે આ શાકમાર્કેટ 1.46 કરોડમાં વહેચવા કાઢી છે ત્યારે હવે આ સમગ્ર પ્રકરણ જનરલ બોર્ડમાં ચમકશે અને વિપક્ષો આવતા જનરલ બોર્ડમાં આ મુદે શાસકપક્ષને ઘેરવા પ્રયત્ન કરશે.

વિકાસના કાર્યોમાં જામનગર મહાપાલીકા કેટલીક બાબતોમાં કેવા થાબડભાણા કરે છે તેના નમુનાઓ બહાર આવી રહયા છે, ગુલાબનગર વિસ્તારમાં લોકો રેંકડીમાંથી શાક લેતા હતા અને ટ્રાફિક સમસ્યા પણ સર્જાતી હતી અને હજુ પણ સર્જાય છે, 2009ના ગાળામાં મહાપાલીકાએ ા. 22 લાખના ખર્ચે 4788 ચોરસ ફુટમાં 48 ગાલાની શાક માર્કેટ બનાવી હતી, ચારેક વખત ટેન્ડર આપવામાં આવ્યા હતા, પરંતુ કયારેય ભાવ આવ્યા ન હતા.

શોભાના ગાઠીયા સમાન આ શાકમાર્કેટનો શું ઉપયોગ કરવાના છો ? તેવા અણીયારા સવાલો પણ પુછવામાં આવતા હતા, આશરે 12 વર્ષ સુધી કોર્પોરેશને રાહ જોયા બાદ હવે જનરલ બોર્ડની મંજુરીની અપેક્ષા સાથે આ શાકમાર્કેટને ખાનગી પાર્ટીને ા. 1.46 કરોડમાં વેચી નાખવાનો નિર્ણય કર્યો હોવાનું બહાર આવ્યું છે.

એવી વાતો બહાર આવી છે કે એક ચોરસ ફુટના કોર્પોરેશનને ા. 3049 ઉપજયા છે, આ શાકમાર્કેટની કુલ જગ્યા 4788 ચો. ફુટ છે, મહાપાલીકાને આ જગ્યા વેચવાથી સારી એવી આવક પણ થશે, જો કે બહુમતી હોવાના કારણે જનરલ બોર્ડમાં સ્ટે. કમિટીની દરખાસ્ત ફટાફટ પસાર થઇ જશે, આ અગાઉ પણ મહાપાલીકા દ્વારા પ્લોટ વેંચીને આવક રડવાનો અનેક વખત પ્રયાસ કરવામાં આવ્યો છે, જો કે શાક માર્કેટ અણઘડ નિર્ણયની જેમ બનાવવામાં આવી હતી અને વર્ષોથી બિન ઉપયોગી આ શાકમાર્કેટ રહી હતી. આ માર્કેટને શ કરવા પ્રયત્નો પણ કરવામાં આવ્યા હતા પરંતુ આ ગાલા ખરીદનાર કોઇ આવ્યુ ન હતું આખરે કોર્પોરેશને આ શાક માર્કેટ વેચવાનો નિર્ણય કર્યો છે અને હવે આગામી જનરલ બોર્ડમાં આ અંગે ચચર્-િવિચારણા થશે.

આગામી જનરલ બોર્ડમાં આ શાકમાર્કેટ અંગે વિપક્ષો બબાલ મચાવે તેવી પણ શકયતા છે, આ અગાઉ પણ વિપક્ષોએ આ શાકમાર્કેટ અંગે અનેક સવાલો ઉઠાવ્યા હતા અને માર્કેટનું શું કરવા માંગો છો તે અંગે પણ સત્તાધીશો પાસેથી જવાબો માંગ્યા હતા. આમ હવે ગુલાબનગર શાકમાર્કેટ ફરીથી ચચર્નિા ચકડોળે ચડી છે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS