ગુજરાતમાં આગામી ૨૮ જાન્યુઆરીના રોજ ગિટસિટી ખાતે ફિલ્મફેર એવોર્ડ ૨૦૨૪ ફંકશન યોજાશે. બોલીવુડના ખ્યાતનામ કલાકારોનો ગુજરાતના ગિટ સિટી ખાતે જમાવડો થશે. અગાઉ ફિલ્મફેર એવોર્ડનું આયોજન મહાત્મા મંદિરમાં થવાનું હતું પરંતુ હવે દારૂબંધીમાંથી મુકિત આપ્યા બાદ એવોર્ડનું આયોજન ગિટ સિટી ખાતે કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હોવાની ચર્ચાએ જોર પકડયુ છે. ભારતીય ફિલ્મ ઉધોગ અને ગુજરાતની સંસ્કૃતિ વચ્ચેના આદાનપ્રદાનને વધુ સૃદઢ અને સરળ બનાવવાની સાથે ફિલ્મઉધોગનું ગુજરાતમાં રોકાણ થાય હેતુસર ફિલ્મફેર એવોર્ડ સમારોહ આયોજીત કરવામાં આવ્યો છે.
ગિટસિટીમાં આ પ્રકારે ફિલ્મ ફેર એવોર્ડના આયોજનથી સમગ્ર દેશ–દુનિયામાં માર્કેટિંગ કરવા ગુજરાત ટુરિઝમે પ્રયાસ કર્યેા છે. ગિટસિટીમાં બોલીવુડના ખેલાડી કુમાર એટલે કે અક્ષયકુમારે લકઝુરિયસ એપાર્ટમેન્ટ બુક કરાવ્યુ છે. હજુ મોટો ભાગના ફિલ્મ કલાકારો પણ ગિટસિટીમાં રોકાણ કરવામાં રસ દાખવે છે.
ગુજરાતમાં પ્રથમવાર ફિલ્મફેર એવોર્ડના આયોજન માટેના સમજુતી કરાર પર હસ્તાક્ષર પ્રસંગે મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે, ઉધોગ–વ્યાપાર માટે દેશ–વિદેશના રોકાણકારો માટે બેસ્ટ ડેસ્ટિનેશન ફોર ઇન્વેસ્ટમેન્ટ બનેલું ગુજરાત હવે બેસ્ટ એન્ટરટેઇન્મેંટ ઇન્વેસ્ટમેન્ટ માટે પણ માનીતું ડેસ્ટિનેશન બનશે. તેમજ ગુજરાતની મોસ્ટ ફિલ્મ ફ્રેન્ડલી સ્ટેટ તરીકેની છાપ મજબૂત થશે. મુખ્યમંત્રીએ ફિલ્મ ઉધોગના વિકાસ અને સિનેમેટિક ટુરિઝમને પ્રોત્સાહન આપવાની રાય સરકારની પ્રતિબદ્ધતા વ્યકત કરતાં જણાવ્યું કે, ગુજરાત પોતાની વિરાસતને વિશ્વ સમક્ષ પ્રસ્તુત કરી શકે તે માટે આ સમજુતી કરાર મહત્વપૂર્ણ માઇલસ્ટોન સાબિત થશે.
ફિલ્મફેર એવોર્ડના ઐતિહાસિક આયોજનથી ઇવેન્ટ મેનેજમેન્ટ, હોસ્પિટાલિટી, ટ્રાન્સપોર્ટેશન, સુરક્ષા જેવા વિવિધ ક્ષેત્રોમાં રોજગારીનું સર્જન પણ થશે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationગુજરાતમાં કોરોનાનો હાહાકાર: એક જ દિવસમાં 170 નવા કેસ, એક્ટિવ કેસ 700ને પાર
June 06, 2025 07:53 PMકેન્દ્રીયમંત્રી મનસુખ માંડવીયાએ રિલાયન્સના વનતારાની મુલાકાત વિશે શુ કહ્યું, જુઓ આ વિડીયો
June 06, 2025 07:44 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech