ખોડીયાર કોલોનીમાં બે જુથ વચ્ચે મારામારી: પાંચ ઘાયલ

  • June 07, 2021 11:21 AM 

સામસામે નોંધાવાતી ફરિયાદ: તલવાર, પાઇપ, છરી, ધોકા જેવા હથિયારો ઉડયા

જામનગરના ધરારનગર-2, શાળા નં.40ની આગળ રહેતા મહેબુબ ગફારભાઇ ખફી (ઉ.વ.37)ના બાપુજી મદીના મસ્જીદમાં દેખરેખનું કામ કરતા હોય જે બાબતનો આરોપીઓને વાંધો ચાલતો હોય જેનો ખાર રાખીને શનિવાર બપોર બાદ મસ્જીદ પાસે ગૌ શાળાની બાજુમાં આરોપીઓએ અબ્બાસભાઇને પાઇપ, તલવાર, ધોકા જેવા હથિયારોથી માર મારી ઇજા કરી હતી, અપશબ્દો બોલ્યા હતાં તેમજ ફરિયાદીને માથામાં પાઇપ વાગવાથી માઇનર હેમરેજ અને રફીક અબ્બાસને મુંઢ ઇજા તેમજ આરોપીઓએ જાહેરનામાનો ભંગ કરી ભાગી છુટયા હતાં.

મહેબુબભાઇએ સીટી-સી ડીવીઝનમાં અમીન ઇકબાલ ખફી, ઇરફાન ઇકબાલ ખફી, ઇમ્તીયાઝ ઇકબાલ ખફી, અબ્દુલ ઉર્ફે મદ્રાશી, મુસ્તુફા ઉર્ફે વિક્રમ તથા અબ્દુલ મદ્રાશીનો ભાણેજ રફીક કુલ છ (રે.બધા જામનગર)ની સામે જુદી-જુદી કલમ મુજબ ફરિયાદ નોંધાવી હતી, ઇજાગ્રસ્તને સારવારમાં ખસેડવામાં આવ્‌યા હતાં.

દરમ્યાનમાં ખોડીયાર કોલોની મદીના મસ્જીદની બાજુમાં બ્લોક નં.95માં રહેતા પ્રા.ટીચર મહમદ રફીક ગંભીરશા કાદરી (ઉ.વ.29)એ સીટી-સીમાં રફીક અબ્બાસ ખફી, ફીરોજ અબ્બાસ ખફી, મહેબુબ ખફી અને અબ્બાસ ખફી આ ચારની સામે જુદી-જુદી કલમ મુજબ એવી ફરિયાદ કરી હતી કે, તા.5ના રોજ ફરિયાદી મહમદ રફીક બપોરના દોઢેક વાગ્‌યાની આસપાસ આરોપીના ઘર પાસેથી નિકળેલ એ સમયે આરોપી અને અન્ય ઉભા હોય જેઓએ ઇમામખાનામાં રસ લેવાનું મુકી દીયો તેમ કહીને લાફો માર્યો હતો.

ફરિયાદીના મીત્ર અમીન મદીના મસ્જીદની બાજુમાં રહેતો હોય આ બાબતની વાત કરતાં બધા બહાર હતાં ત્‌યારે આરોપીઓને સમજાવવા જતાં એ વેળાએ કાર નં.જીજે.27કે.2083માંથી આરોપીઓ તલવાર, છરી, પાઇપ જેવા હથિયારો સાથે ઉશ્કેરાઇને હુમલો કર્યો હતો. ફરિયાદ પક્ષે બચાવ કરવા જતાં શરીરે નાની-મોટી મુંઢ ઇજાઓ પહોંચી હતી. આ બનાવ દરમ્યાન ફરિયાદીના માતા છોડાવવા વચ્ચે પડતાં તેમને પાઇપ વડે મુંઢ માર માર્યો હતો. ફેકચર જેવી ઇજા પહોંચી હતી, બંને પક્ષની ફરિયાદના આધારે સીટી-સી ડીવીઝન પોલીસે ચક્રો ગતિમાન કયર્િ છે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS