ગોંડલના ભગવતપરામાં લપ્રસંગમાં મારામારી: બે ઘવાયા, છ સામે ફરિયા

  • December 17, 2024 12:43 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


ગોંડલના ભગવતપરા વિસ્તારમાં લપ્રસગં દરમિયાન બોલાચાલી થયા બાદ વાત વણસી હતી.દરમિયાન રાત્રીના ઘર પાસે મારામારી થઇ હતી.જેમાં બેને ઇજા પહોંચી હતી.આ અંગે સામસામી ફરિયાદના આધારે પોલીસે છ શખસો સામે ગુનો નોંધ્યો છે. ગોંડલના ભગવતપરા વિસ્તારમાં વાછરા રોડ પર ભંગારના ડેલા સામે રહેતા માનવ રાજેશભાઈ ખીમસુરીયા (ઉ.વ ૨૨) દ્રારા ગોંડલ સિટી પોલીસ સ્ટેશનમાં નોંધાવવામાં આવેલી ફરિયાદમાં આરોપી તરીકે ગોંડલમાં રહેતા ચેતન ઉર્ફે ચેતુ મકવાણા આદિ પરમાર અને આદિના મામા વિજાભાઈ મકવાણાના નામ આપ્યા છે. યુવાને પોતાની ફરિયાદમાં જણાવ્યું હતું કે, તે ગત તારીખ ૧૫૧૨ ના રાત્રિના બારેક વાગ્યા આસપાસ ગોંડલ આઈટીઆઈની બાજુમાં નોનવેજની દુકાને તે મિત્ર ઋત્વિક વાઘેલા સાથે જમવા ગયો હતો ત્યારે તેના અન્ય મિત્ર આયુષ ગોહેલનો ફોન આવ્યો હતો અને તેણે કહ્યું હતું કે, હત્પં હર ભોલે સોસાયટી પાસે કોળી સમાજની વાડીમાં લમાં હતો ત્યારે ચેતન ઉર્ફે ચેતુ મકવાણા અને આદિ પરમાર બંને મને અગાઉ આપણે બે મહિના પૂર્વે થયેલી બોલાચાલીનો ખાર રાખી મારી સાથે ઝઘડો કરે છે. જેથી યુવાન તેના મિત્ર ઋત્વિક સાથે અહીં આદિ પરમાર અને ચેતુ મકવાણાના ઘર પાસે તેને સમજાવવા માટે ગયા હતાં.
દરમિયાન આ શખસોએ ઉશ્કેરાઇ યુવાનના મિત્ર ઋત્વિક સાથે મારકૂટ કરી હતી યુવાન વચ્ચે પડતા તેની સાથે પણ મારકૂટ કરી જ્ઞાતિ અંગે અપમાનજનક શબ્દો કહ્યા હતા. દરમિયાન સ્ટીલની શો પીસ જેવી તલવાર લઈ આવી મારવા દોડતા ઋત્વિકના હાથમાં લાગી ગઈ હતી તેમજ ચેતનના કુટુંબીકાકા વિજયભાઈ પણ અહીં આવી મારામારી કરી હતી. જેથી આ અંગે યુવાને ત્રણેય શખસો સામે ફરિયાદ નોંધાવતાં પોલીસે એટ્રોસિટી સહિતની કલમ હેઠળ ગુનો નોંધ્યો હતો. ભગવતપરા હરભોલે નીલકઠં સોસાયટીમાં રહેતા ૪૨ વર્ષીય મહિલા દ્રારા નોંધાવવામાં આવેલી ફરિયાદમાં આરોપી તરીકે ઋત્વિક વાઘેલા, આયુષ ગોહેલ અને માનવ ખીમસુરીયાના નામ આપ્યા છે. મહિલાએ ફરિયાદમાં જણાવ્યું હતું કે, તેના પુત્ર આદિત્ય ઉર્ફે આદિને અગાઉ બે માસ પૂર્વે ઋત્વિક અને આયુષ સાથે ઝઘડો થયો હતો.દરમિયાન રાત્રીના લમાં ભેગા થઈને થઈ જતા આયેષે માથાકૂટ કરી હતી થોડીવાર બાદ તેણે પોતાના બંને મિત્રોને બોલાવી લઈ આદિત્ય તથા તેના પિતરાઈ ભાઈ ચેતન સાથે માથાકૂટ કરી હતી.મહિલા બચાવવા વચ્ચે પડતા તેને બિભત્સ રીતે સ્પર્શ કરી પછાડી દઇ મુંઢ મારમાર્યેા હતો તેમજ ઋત્વિક વાઘેલાએ છરી કાઢી ચેતનને જમણા હાથમાં ઇજા પહોંચાડી હતી અને ત્રણેયને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી તેમજ ફરિયાદીને ગાળો આપી શારીરિક છેડતી કરી હોય આ અંગે ફરિયાદ નોંધાવતા પોલીસે ત્રણેય આરોપીઓ સામે ગુનો નોંધ્યો છે



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application