BREAKING NEWS

જેતપુરમાં ખેતીની જમીનના ડખ્ખામાં સગા ભાઇઓ વચ્ચે ગાળાગાળી બાદ મારામારી

  • April 30, 2026 02:36 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

રાજકોટ જેતપુરમાં જમીનના ડખ્ખામાં સગા ભાઇઓ વચ્ચે મારમારી થઇ હતી. નાનાભાઈની ભાગની જમીન મોટાભાઈના ભાગમાં નિકળતા બન્ને ભાઈઓ વચ્ચે પાવડાના હાથા વડે જામી પડી હતી. જેમાંબન્ને ઇજા પહોંચી હતી. આ અંગે વિરપુર પોલીસે ગુનો નોંધી જરી કાર્યવાહી કરી હતી. બનાવ અંગે મુળ જેતપુર તાલુકાના લુણાગરા ગામના વતની અને હાલ જેતપુરના ધોરાજી રોડ પર અમરધામ સોસાયટી શેરી ન.ં ૨ ખાતે રહેતા ૪૨ વર્ષીય ખેડુત રાજેશભાઈ કેશવભાઈ ભુવાએ આરોપી તરીકે સગાભાઈ રસીક કેશવભાઈ ભુવાનું નામ આપતા જણાવ્યુ હતું કે, તે ત્રણ ભાઈઓ છે જેમાં સૌથી મોટાભાઈ રસીકભાઈ, તેનાથી નાના રાકેશભાઈ અને સૌથી નાનો તે છે. ફરિયાદીને લુણાગરા ગામની ધારવાળુ સીમમાં રે.સ.ન.ં ૪૬માં આશરે ૨૦ વિઘા અને ત્રણ ગુંઠા ખેતીની જમીન આવેલી છે. જે પિતા કેશવભાઈ પુનાભાઈ ભુવાના નામે છે આ સર્વે નંબર વાળી જમીનમાં યુવાન તથા તેના મોટાભાઈ રસીકને ઘર મેળે સમજુતીથી ખેતીની જમીનમાં મારા ભાગે ૯ વિઘા અને રસિકભાઈના નામે અન્ય જમીન હિસ્સામાં આવેલ છે. જે ૯ વિઘા જમીનમાં ૧૫ વર્ષથી ખેતી કરે છે. ફરિયાદીએ જણાવ્યું હતું કે, મારા ભાગે આવેલી જમીન ફરતે વંડો વાળવો હોય જેથી ગત તા. ૨૫ ના રોજ આખા સર્વે નંબરની પ્રાયવેટ સર્વેયર દ્રારા માપણી કરાવી હતી. ત્યારે મને ખબર પડી હતી કે મારા ભાગે આવેલી જમીનમાં આશરે પોણા વિઘા જમીન ઓછી છે જે જમીન રસીકભાઈના ભાગમાં આવેલી છે. જેથી જમીન માપણી સમયે રસીકભાઈને બે વાર ફોન કરેલ હતો. પરંતુ તેમણે ફોન ઉપાડો ન હતો. બાદમાં જેતપુર જતો રહેલ હતો. ગત તા. ૨૬ના રોજ સવારે સાત વાગ્યે હત્પં પરત લુણાગરા ગામે મા મોટર સાયકલ સ્પ્લેન્ડર પ્લસ જેના રજી. ન.ં જીજે ૩ ડીજે ૩૨૭૬ લઈ વાડી ખાતે ખેતીકામ અર્થે ગયેલ હતો. જે વાડી ખાતે રસિકભાઈ પણ હાજર હતો. તે તેના ખેતરમાં ઘંઉનો ઢગલો હોય તે ઘઉં શૈલેષભાઈ કંડોરિયા તેનું ટ્રેકટર લઈ ભરવા માટે આવેલ હતા. ત્યારે ફરિયાદીના ભાગની ઘટતી જમીન બાબતે તે રસિકભાઈ સાથે વાત કરવા પહોંચી કહ્યું હતું કે, મારી પોણા વિઘા જમીન તમારામાં નિકળે છે. જે જમીન મને પરત આપી દો અને તમારી ટપક સિંચાઈની લાઈન જમીનની અંદર પાથરેલ હોય તે એક થી બે દિવસમાં કાઢી નાખજો. જે સાંભળતા જ રસિક એકદમ ઉશ્કેરાઈ ગયેલ હતો અને મને ગાળો આપવા લાગેલ હતો. બાદ તેના હાથમાં રહેલો પાવડાનો હાથો આડેધડ મારવા લાગતા માથાના ભાગે ઈજા થતાં લોહી નિકળવા લાગ્યું હતું. સામા પક્ષે રસિકભાઈ કેશવભાઈ ભુવાએ જણાવ્યું હતું કે, મારા ભાઈ રાજેશે જમીન વિવાદ સબબ ગાળો આપી તેના હાથમાં રહેલ પાવડાથી મારવા લાગ્યો હતો.જેમાં ઇજા પહોંચી હતી. પોલીસે સામસામી ફરિયાદ આધારે ગુનો નોંધી જરી કાર્યવાહી કરી હતી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application