ગુંદી ગામે બે જૂથ વચ્ચે મારામારી

  • June 02, 2025 03:13 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


ભાવનગર જિલ્લાના ઘોઘાના ગુંદી ગામે સામાન્ય બાબતે બે જૂથ વચ્ચે થયેલી બોલાચાલી મારામારીમાં પરિણામતા મહિલાઓ સહિત ૮થી પણ વધુને ઇજાઓ થતા સારવાર માટે ભાવનગરની સરટી હોસ્પિટલમાં ખસેડાયા હતા. આ અંગે બન્ને પક્ષે ઘોઘા પોલીસ મથકમાં સામસામે ફરિયાદ નોંધાવતા પોલીસે તોઅ હાથ ધરી હતી.
ઘોઘાના ગુંદી ગામે કેરીયા તરીકે ઓળખાતા વિસ્તારમાં સર્જાયેલી મારામારી અંગે પ્રથમ પક્ષે કમાભાઈ દાનાભાઈ વાઘેલા (ઉ. વ. ૬૫)એ એવી ફરિયાદ નોંધાવી હતી કે પોતાની બાજુમા રહેતા મગનભાઇ ગણેશભાઇ વાધેલાનો નિરાવ નાખવાનો વાડો બા જુમા આવેલ વાડાનો જાપો પવનના કારણે પડી ગયેલ હોય જે જાપો ફરીયાદીએ પાડી નાખેલ છે તેમ માનીને મગન ગણેશ, બોઘા શહેરા વાઘેલા, ગણેશ નોંઘા વાઘેલા, કિશન મગન વાઘેલા, અજય મગન વાઘેલાતેમજ ભરત બોઘા વાઘેલાએ એક સંપ કરી  ફરી યાદી સાથે બોલાચાલી ગાળા ગાળી કરી ગાળો બોલવાની ના પાડતા ઉશ્કેરાઇ જઇ પથ્થર,લાકડીઓ અને  ધોકા વડે ફરીયાદી તેમજ  સાહેદ પર હુમલો કરતા  રમેશભાઇ વ શરામભાઇને કાનના ભાગે તથા વાસાના ભાગે ઇજા થયેલ તેમજ ફરીયાદીને ડાબા હાથના બાવડાના ભાગે તેમજ ડાબા કાન ઉપર ઇજા થયેલ તેમજ સાહેદ નાગજીભાઈ વશરામભાઇને માથામા તથા છાતીના ભાગે પથ્થર વાગવા થી ઇજા થયેલ સાહેદ હેતલબેનને જમણા હાથે મગનભાઇ ગણેશભાઇએ લાકડાનો ધોકો મારતા ઇજા થઈ હતી.સંજયભાઇ જયંતીભાઇ વાધેલાને જમણા હાથે, બોઘાભાઇ શહેરાભાઇએ લાકડાનો ધોકો મારતા ઇજા થયેલ છે મગનભાઇ દાનાભાઇ વાધેલાને માથામા મનાભાઇ બોધાભાઇએ લાકડાનો ધોકો મારતા ઇજા થયેલ તેમજ સાહેદ જયંતીભાઇ વશ રામભાઇને આ મારા મારીમા છુટા પથરના ઘા માથાના ભાગે બે જગ્યાએ તેમજ ડાબી આંખ નીચે મારી ગાળો આપી ઇજાઓ કરી હતી.
જ્યારે બીજા પક્ષે મગનભાઈ ગણેશભાઈ વાઘેલા (ઉ. વ. ૪૫ રે. ગુંદી)એ પાંચા દાના વાઘેલા, પરષોત્તમ પાંચા વાઘેલા, કમા દાના વાઘેલા, રમેશ વશરામ વાઘેલા, મગન દાના વાઘેલા અને જયંતી વશરામ વાઘેલા સામે નોંધાવેલી ફરિયાદ મુજબ 
બારેક વર્ષ પહેલા ગુંદી તથા મલેકવદર ગામના આગેવાનોએ મારા પાડોશી કમા ભાઇ દાનાભાઇ વાધેલાના ઘર પાસેથી હલન ચલન માટે રસ્તો કાઢી આપેલ જે રસ્તામા  આરોપી  કમા ભાઇ દાનાભાઇએ વાડામા દબાણ કરતા હોય અને રસ્તામા આડી જાળ મુકી દેતા સમજાવવા જતા ફરીયાદી સાથે બોલાચા લી ગાળા ગાળી કરી ફરીયાદીને કપાળના ભાગે વાગેલ તેમજ સાહેદ કીશનભાઇ મગનભાઇને આરોપીઓએ મુઢ માર મારે લ ઉપરોકત જણાવેલ નામોવાળા ઇસમો વારા ફરતી આવી સાહેદ ગણેશભાઇ નોંઘાભાઇને શરીરે મુઢ ઇજા પહોચાડી તેમ જ પાંચાભાઇ દાનાભાઇએ એક લોખંડના પાઇપનો ઘા સાહેદ અજયભાઈને માથામા મારી દીધેલ તેમજ જયંતી વશરામ તથા રમેશ વશરામે સાહેદ તેજુબેનને આડે ધડ શરીરે મુઢ માર મારેલ ઉપર જણાવેલ વિગતે છુટા પથ્થર તેમજ લોખંડના વડે માર મારી ગાળો આપી ઇજાઓ પહોંચાડી હતી. આ અંગે ઘોઘા પોલીસે બન્ને પક્ષની ફરિયાદ લઈ જુદીજુદી કલમો હેઠળ ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી હતી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application