માલીયાસણ ગામે સામેસામે રહેતા સગા બે ભાઇઆના પરિવાર વચ્ચે બેટ અને સ્ટીલની ડોલ વડે મારામારી થઇ હતી.જેમાં વૃધ્ધા સહિત બેને ઇજા પહોંચી હતી.
આ અંગે સામસામી ફરિયાદના આધારે કુવાડવા રોડ પોલીસે ગુનો નોંધી જરી કાર્યવાહી કરી હતી.
બનાવની જાણવા મળતી વિગતો મુજબ, માલીયાસણ ગામમાં શંકર ભગવાનના મંદિર સામે રહેતા કુંદનબેન ઉમેદરામ હરિયાણી (ઉ.વ ૬૨) નામના વૃદ્ધાએ કુવાડવા રોડ પોલીસ સ્ટેશનમાં નોંધાવેલી ફરિયાદમાં આરોપી તરીકે પોતાના ભત્રીજા નેમીશ ગોવિંદરામ હરીયાણી, ઋષિરાજ, દિયર ગોવિંદરામ હરિયાણી અને દેરાણી મધુબેનના નામ આપ્યા છે.
વૃધ્ધાએ ફરિયાદમાં જણાવ્યું હતું કે, રાત્રિના સાડા દસેક વાગ્યા આસપાસ તેઓ ઘરે હતા ત્યારે ફળિયામાં જોર જોરથી ઝઘડો થવાનો અવાજ આવતા તે તથા તેમની પુત્રવધુ મિતલ બંને બહાર નીકળી જોતા દિયર ગોવિંદરામનો પુત્ર નેમીશ તેમના પતિ સાથે ઝપાઝપી કરી ઝઘડો કરતો હોય જેથી સાસુ–વહત્પ છોડાવવા વચ્ચે પડા હતા. દરમિયાન નેમિશ દોડીને ઘરમાં ગયો હતો અને બેટ લઈને આવ્યો હતો આ સમયે તેનો ભાઈ ઋષિરાજ,દીયર ગોવિંદરામ તથા દેરાણી મધુબેન સહિતનાઓ બહાર આવી બેફામ ગાળાગાળી કરતા હતા. દરમિયાન નેમિશે બેટનો ઘા કરતા વૃદ્ધાને હાથમાં ઇજા પહોંચી હતી. જેથી તેમને ૧૦૮ મારફત સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા.
ફરિયાદમાં વધુમાં જણાવ્યું હતું કે, તેમને તેમના દિયરના પરિવાર સાથે છેલ્લા પાંચેક વર્ષથી મનદુ:ખ ચાલે છે. બે દિવસ પૂર્વે તેમને તથા તેમની પુત્રવધુ મિતલને દિયર ગોવિંદરામ સાથે બોલાચાલી થઈ હતી. જે વાતનો ખાર રાખી ગઈકાલે રાત્રિના આ ઝઘડો કર્યેા હતો. જે અંગે ફરિયાદ પરથી કુવાડવા રોડ પોલીસે ગુનો નોંધ્યો છે.
સામાપક્ષે નેમીશ ગોવિંદરામ હરીયાણી(ઉ.વ ૨૪) દ્રારા નોંધવવામાં આવેલી ફરિયાદમાં આરોપી તરીકે પોતાના મોટાબાપુ ઉમેદરામ હરિરામ હરિયાણી અને ભાભી મિતલ પ્રદીપભાઈ હરિયાણીના નામ આપ્યા છે. યુવાને ફરિયાદમાં જણાવ્યું હતું કે, તેઓને મોટાબાપુના પરિવાર સાથે પાંચ વર્ષથી મનદુ:ખ ચાલતું હોય બે દિવસ પહેલા તેના પિતા સાથે ભાભુ કુંદનબેન તથા ભાભી મિતલ સાથે ઝઘડો થયો હતો જે વાતનો ખાર રાખી ગઈકાલ રાત્રિના આરોપીઓએ લાકડી લઈ આવી ઝપાઝપી કરી યુવાન પર સ્ટીલની ડોલનો છૂટો ઘા કરતા તેને ઈજા પહોંચી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationગણેશનગરમાં જુગાર રમતા કુખ્યાત ઈભલા સહિત છ શખસો ઝડપાયા
April 23, 2025 02:47 PMશહેરમાં હાર્ટએટેકથી બે આધેડના મુત્યુ: પરિવારમાં ગમગીની
April 23, 2025 02:44 PMમમ્મી કાલે હું છાપામાં આવીશ: એ કાલ જુવે પહેલા રોનકની દુનિયાને અલવિદા
April 23, 2025 02:40 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech