બાવન દિવસ બાદ પોરબંદરમાં આરોગ્યતંત્રના ચોપડે કોરોનાનો એક પોઝીટીવ કેસ 

  • March 20, 2021 01:14 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

 

પોરબંદરમાં છેલ્લા બાવન દિવસથી પોરબંદરનો એકપણ પોઝીટીવ  કેસ આરોગ્ય વિભાગના ચોપડે ચડયો ન હતો પરંતુ છેલ્લા ર4 કલાકમાં અંતે એક કેસ કોરોના પોઝીટીવ જાહેર થયો છે. છાનેખુણે થતી ચચર્િ પ્રમાણે પોરબંદરમાં કોરોના પોઝીટીવ રીપોર્ટ અપાતા જ નથી અને બહાર કરાવવામાં આવે ત્યારે તે ટેસ્ટ પોઝીટીવ આવે છે તેની પાછળ કારણ શું? તેવો સવાલ ચચર્ઇિ રહ્યો છે અને પોરબંદરમાં કોરોના ટેસ્ટીંગનું મશીન ખોટકાઇ ગયું? તેવી રમુજ સાથેની ચચર્ઓિ સોશ્યલ મીડીયામાં પણ થઇ રહી છે.
પોરબંદર જીલ્લો સંપુર્ણપણે કોરોના મુકત હતો, છેલ્લા બાવન દિવસમાં કોરોનાનો એકપણ પોઝીટીવ કેસ પોરબંદર આરોગ્ય વિભાગના ચોપડે ચડયો ન હતો પરંતુ છેલ્લા ર4 કલાકમાં 315 લોકોના કોરોના ટેસ્ટ કરવામાં આવ્‌યા હતા તેમાંથી જીઇબી ઓફીસ સામે રહેતા ર7 વર્ષીય યુવાનનો કોરોનારીપોર્ટ પોઝીટીવ આવતા તેને સારવાર માટે હોસ્પિટલે લાવવામાં આવ્યો છે. આરોગ્ય વિભાગના જણાવ્યા અનુસાર કુલ 1 લાખ 17 હજાર 933 ટેસ્ટ થયા છે અને અત્‌યાર સુધીમાં કુલ 96ર લોકો કોરોના પોઝીટીવ આવી ચુકયા છે જેમાંથી 9પપ ને ડીસ્ચાર્જ કરી દેવાયા છે, 9 લીકોના ઘણા મહીનાઓથી સ્ટેટસ પેન્ડીંગ છે જયારે આજે જે એક પોઝીટીવ કેસ આવ્‌યો છે તેને પોરબંદર સરકારી ભાવસિંહજી હોસ્પિટલ ખાતે લવાયો છે. કુલ 103 લોકો કોરોનાથી મોતને પણ ભેટી ચુકયા હોવાનું જાહેર થયું છે.
રાજય કક્ષાએથી જાહેર થયેલા બુલેટીનમાં કોરોનાના 3 પોઝીટીવ કેસ જાહેર
પોરબંદરના આરોગ્ય વિભાગે છેલ્લા ર4 કલાકમાં પોરબંદરમાં કોરોનાનો એક પોઝીટીવ કેસ બતાવ્યો છે પરંતુ બીજીબાજુ રાજયકક્ષાના જાહેર થયેલા બુલેટીનમાં પોરબંદરમાં છેલ્લા ર4 કલાકમાં કોરોનાના 3 પોઝીટીવ કેસ ડીકલેર કરવામાં આવ્યા છે આથી પોરબંદરનું સ્થાનિક આરોગ્ય તંત્ર સાચુ કે રાજયકક્ષાનું સાચુ? તેવા સવાલ સાથે અનેક ચચર્ઓિ ચાલી રહી છે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS