જામનગર- કાલાવડ- રાજકોટ-ધ્રોળ સહિતના ૧૦ થી વધુ ફાયર ફાઇટરની ટીમ દ્વારા આગ બુઝાવવા મથામણ: ૩૫ થી વધુ પાણીના ટેન્કરો વડે સતત ૧૪ કલાકની જહેમત બાદ આગને કાબુમાં લેવાઇ: ૫,૦૦૦ થી વધુ રૂ ની ધાંસડી ભસ્મીભૂત
જામનગર જિલ્લાના કાલાવડ તાલુકાના રણુજા રોડ પર આવેલી એન્જલ ફાઇબર્સ લિમિટેડ નામની સ્પિનિંગ મિલમાં ગઈ રાત્રે ૯.૩૦ વાગ્યાના અરસામાં અકસ્માતે આગ લાગી હતી, અને ગોદામમાં રાખેલો ૫,૦૦૦ થી પણ વધુ રૂની ધાસડીઓનો મોટો જથ્થો આગમાં ભસ્મિભૂત થયો હતો. જામનગર- કાલાવડ-ધ્રોળ અને રાજકોટની ૧૦ થી વધુ ફાયર ફાઇટરો ની ટીમ દ્વારા પાણીના ૩૫ જેટલા ટેન્કરના ફેરા કરીને ૧૪ કલાકની જહેમત બાદ આગને કાબુમાં લીધી હતી. આગના કારણે ભારે નુકસાની વેઠવી પડી છે.
આગના આ બનાવની વિગત એવી છે કે જામનગર જિલ્લાના કાલાવડ તાલુકાના રણુજા હાઈવે રોડ પર સર્વે નંબર ૧૦૦/૧ માં આવેલી એન્જલ ફાઇબર લિમિટેડ નામની સ્પીનિંગ મિલમાં ગઈ રાત્રિના ૯.૩૦ વાગ્યાના અરસામાં અકસ્માતે આગ લાગી હતી, અને ગોડાઉનમાં રાખવામાં આવેલો ૫,૦૦૦ થી વધુ રૂ ની ઘાસડી નો જથ્થો સળગવા લાગ્યો હતો.
જોત જોતામાં આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધું હતું અને દૂર સુધી આગના લબકારાઓ દેખાયા હતા, જેના કારણે આસપાસના વિસ્તારમાં રહેતા મોટી સંખ્યામાં લોકો એકત્ર થઈ ગયા હતા.
આગના બનાવ અંગે ફાયર બ્રિગેડને જાણ કરાતાં સૌપ્રથમ કાલાવડ ફાયર ની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી, જ્યારે આગની ગંભીરતા જોઈને અન્ય ફાયર ફાઈટરની મદદ લેવામાં આવી હતી. જેથી જામનગરના બે ફાયર ફાઈટર, રાજકોટના ત્રણ ફાયર ફાઇટર અને ધ્રોળ સહિત કુલ ૧૦ ફાયર ફાઇટર ની મદદ લેવામાં આવી હતી.
સતત ૧૪ કલાક સુધી પાણીનો મારો ચલાવવામાં આવ્યો હતો અને અંદાજે ૩૫ થી વધુ પાણીના ટેન્કર ઠાલવી દેવામાં આવ્યા હતા, અને આગને કાબુમાં લેવાઇ હતી ત્યારબાદ સર્વે હાશકારો અનુભવ્યો હતો.
આ ઘટનાની જાણ થતાં કાલાવડની પોલીસ ટુકડી ઘટના સ્થળે દોડી ગઈ હતી અને કયા કારણસર આગ લાગી હતી, અને તેનું ચોક્કસ કારણ જાણવા માટે વિશેષ તપાસ શરૂ કરી છે. તેમજ આગ ના કારણે નુકસાની નો અંદાજ કાઢવામાં આવી રહ્યો છે. આ બનાવને લઈને સ્પિનિંગ મિલના સંચાલકોને ભારે નુકસાની વેઠવી પડી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationશેખ હસીનાને બાંગ્લાદેશ પરત કરો, યુનુસ સરકારે ભારત સરકારને પત્ર લખ્યો, હસીના પર 225થી વધુ કેસ
December 23, 2024 04:50 PM1 જાન્યુઆરીથી આ સ્માર્ટફોન પર નહીં ચાલે વોટ્સએપ
December 23, 2024 04:47 PMતળાજા તાલુકાના માથાવડા નજીકથી દીપડાનો અર્ધદાટેલો મૃતદેહ મળ્યો
December 23, 2024 04:27 PMખોટા દસ્તાવેજો રજુ કરનાર પૂર્વ IAS પૂજા ખેડકરની જામીન અરજી દિલ્હી હાઈકોર્ટે ફગાવી
December 23, 2024 04:26 PMદિવાળીએ થયેલા ઝઘડાની દાઝે પરિવાર પર ઘાતક હથિયારથી હુમલો, પિતા-પુત્રને ઇજા
December 23, 2024 04:26 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech