અમેરિકા અને ઈરાન વચ્ચે યુદ્ધની વાળા ફરી ભડકી ઉઠી છે. ઈરાને બે જહાજો પર હત્પમલો કરીને દુશ્મનાવટ શ કરી, જેના કારણે અમેરિકાએ મોરચો ખોલ્યો. અમેરિકાએ ચાબહાર બંદર સહિત ૯૦ સ્થળોએ કર્યેા હત્પમલો કર્યેા છે. જેનો હવે, ઈરાને કતર,કુવૈત અને બહેરીન પર મિસાઈલ હત્પમલા કરીને બદલો લીધો છે. તેહરાને યુએસ લશ્કરી ઠેકાણાઓને નિશાન બનાવવાનો દાવો કર્યેા છે. હત્પમલાઓ બાદ, ઈરાનના વિદેશ પ્રધાન સૈયદ અબ્બાસ અરાઘચીએ જણાવ્યું હતું કે તેમના દેશ કાર્યવાહીથી જવાબ આપે છે. હવે ઈંટનો જવાબ પથ્થરથી મળશે. જો અમેરિકા હત્પમલા કરશે તો અમે પણ ચુપ બેસીશું નહીં. અ મેરિકા અને ઈરાન વચ્ચે ફરી એકવાર મોટાપાયે યુદ્ધ શ થઇ ગયું છે. આ સૌની વચ્ચે ડોનાલ્ડ ટ્રમ્પે ઈરાન સાથે કોઈ ડીલ કરવાનો ઈનકાર કરી દીધો છે ત્યારબાદથી ઈરાનના અનેક ઠેકાણે હવાઈ હત્પમલા કરવામાં આવ્યાની માહિતી મળી રહી છે. ત્યારે ઇરાને પણ હવે વળતો પ્રહાર કરતા અમેરિકાની શાન ઠેકાણે લાવી છે.ઈરાની સૈન્યએ એક વિડિઓ બહાર પાડો હતો જેમાં દાવો કરવામાં આવ્યો હતો કે તેમણે યુએસ દળો પર મિસાઈલ હત્પમલા કર્યા છે. ઈરાની સૈન્યના જણાવ્યા અનુસાર, આ કાર્યવાહી યુએસ આક્રમણ અને યુદ્ધવિરામના ઉલ્લંઘનના જવાબમાં કરવામાં આવી હતી. આ દાવો પર્સિયન ગલ્ફમાં યુએસ લશ્કરી ઠેકાણાઓ પર ઈરાની હત્પમલાઓ બાદ યુદ્ધવિરામ તૂટી પડવાની ચર્ચા વચ્ચે આવ્યો છે.ઈરાનના બદલો લેવાના હત્પમલાઓ હવે કુવૈતને પણ નિશાન બનાવી રહ્યા છે. કુવૈતી સૈન્યએ જાહેરાત કરી છે કે ઈરાની હવાઈ ધમકીઓનો સામનો કરવા માટે હવાઈ સંરક્ષણ પ્રણાલીઓ સક્રિય છે, અને નાગરિકોને સુરક્ષિત સ્થળોએ આશ્રય લેવાની સલાહ આપવામાં આવી છે. છેલ્લા ૩૦ મિનિટમાં કતાર, બહેરીન અને કુવૈતમાં હવાઈ હત્પમલાની ચેતવણી જારી કરવામાં આવી છે, અને કુવૈત પર ઇન્ટરસેપ્ટર્સ જોવા મળ્યા છે. કતારના ગૃહ મંત્રાલયે જણાવ્યું હતું કે, સુરક્ષાનું જોખમ ઐંચું છે, અને દરેક વ્યકિતએ ઘરની અંદર અથવા સુરક્ષિત સ્થળોએ રહેવું જોઈએ. યુએસ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે ઈરાનને ચેતવણી આપી હતી કે વોશિંગ્ટન આજે રાત્રે ફરીથી લશ્કરી કાર્યવાહી શ કરી શકે છે. ટ્રમ્પે ખાસ કરીને ઈરાની પાવર પ્લાન્ટ, ડિસેલિનેશન પ્લાન્ટ અને ખાર્ગ ટાપુ જેવા વ્યૂહાત્મક સ્થળોનો ઉલ્લેખ કર્યેા હતો – જે ઈરાનના તેલ નિકાસ માટે એક મુખ્ય કેન્દ્ર માનવામાં આવે છે. નવા સંઘર્ષની શકયતાને સંબોધતા, ટ્રમ્પે કહ્યું, અમે ગઈકાલે રાત્રે તેમને સખત માર માર્યેા હતો. અમે આજે રાત્રે ફરીથી તેમના પર સખત માર મારી શકીએ છીએ. અમેરિકાના રાષ્ટ્ર્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના નિર્દેશો પર કાર્યવાહી કરતા, યુએસ સેન્ટ્રલ કમાન્ડ (સેન્ટકોમ) એ ઈરાન સામે વધારાની લશ્કરી કાર્યવાહી શ કરી છે. યુએસ સૈન્ય જણાવે છે કે આ હત્પમલાઓનો ઉદ્દેશ્ય હોર્મુઝ સ્ટ્રેટમાં આંતરરાષ્ટ્ર્રીય નેવિગેશનની સ્વતંત્રતાને જોખમમાં મૂકવાની ઈરાનની ક્ષમતાને વધુ નબળી પાડવાનો છે.તાજેતરના દિવસોમાં વ્યાપારી જહાજો અને તેમના નાગરિક ક્રૂ પર થયેલા કથિત હત્પમલાઓ માટે અમેરિકા ઈરાનને જવાબદાર માને છે. યુએસના એક નિવેદન અનુસાર, આ લશ્કરી કાર્યવાહી આ આંતરરાષ્ટ્ર્રીય દરિયાઈ માર્ગ પરથી પસાર થતા જહાજોની સલામતી સુનિશ્ચિત કરવા માટે કરવામાં આવી રહી છે.