BREAKING NEWS

ઈરાનના પરમાણુ પ્લાન્ટ પર ભીષણ હુમલો: યુરેનિયમ પ્રોસેસિંગ યુનિટને બનાવાયું નિશાન

  • March 27, 2026 11:46 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે આગામી 10 દિવસ સુધી હુમલા રોકવાની જાહેરાત કરી હોવા છતાં ઈરાનના સંવેદનશીલ પરમાણુ મથકો પર જોરદાર હુમલો કરવામાં આવ્યો છે. ઈરાની સરકારી મીડિયાના અહેવાલ મુજબ મધ્ય ઈરાનમાં આવેલા ખોંદાબ હેવી વોટર કોમ્પ્લેક્સ અને યલોકેક પ્રોડક્શન પ્લાન્ટ પર અમેરિકા અને ઈઝરાયેલ દ્વારા બે તબક્કામાં હુમલા કરવામાં આવ્યા છે.


પરમાણુ શક્તિના કેન્દ્ર પર 10 વખત પ્રહાર
ઈરાનની ફાર્સ ન્યૂઝ એજન્સીના જણાવ્યા અનુસાર મરકઝી પ્રાંતમાં સ્થિત આ પ્લાન્ટ પર અંદાજે 10 વખત હુમલા કરવામાં આવ્યા છે. હુમલા બાદ પ્લાન્ટમાંથી કાળા ધુમાડાના ગોટા નીકળતા જોવા મળ્યા છે. હેવી વોટર રિએક્ટર (જેનો ઉપયોગ ન્યુટ્રોનની ગતિ ઘટાડવા માટે થાય છે) અને યુરેનિયમ પ્રોસેસિંગ યુનિટ. જોકે હજુ સુધી કોઈના મોત કે ઈજાના સમાચાર નથી, તેમજ વિસ્તારમાં રેડિયેશન લીક થયાના કોઈ પુરાવા મળ્યા નથી.


શું છે આ 'યલોકેક' અને તેનું મહત્વ?

યલોકેક (Yellowcake) એ યુરેનિયમ અયસ્કમાંથી કાઢવામાં આવેલું યુરેનિયમનું પ્રારંભિક કેન્દ્રિત સ્વરૂપ છે. તે પીળા રંગના પાવડર જેવું હોય છે અને પરમાણુ બળતણ બનાવવાની આ પ્રથમ સ્ટેજ છે. આ યલોકેકને પ્રોસેસ કરીને જ આગળ જતાં પરમાણુ બોમ્બ માટે જરૂરી સામગ્રી તૈયાર કરવામાં આવે છે. આ પ્લાન્ટ પર હુમલો કરીને દુશ્મન દેશોએ ઈરાનની પરમાણુ ક્ષમતાને સીધી ઈજા પહોંચાડી છે.


​​​​​​​
IRGC ની વળતી હુમલાની તૈયારી અને ચેતવણી
ઈરાનના રિવોલ્યુશનરી ગાર્ડ્સ (IRGC) એ આ હુમલા બાદ આક્રમક વલણ અપનાવ્યું છે. IRGC એ સ્પષ્ટ શબ્દોમાં ચેતવણી આપી છે કે, અમેરિકી અને ઈઝરાયેલી ઔદ્યોગિક કંપનીઓમાં કામ કરતા તમામ કર્મચારીઓ તાત્કાલિક પોતાનું કાર્યસ્થળ છોડી દે. ઈરાને આ આર્થિક અને સૈન્ય કેન્દ્રો પર જવાબી હુમલાની સંપૂર્ણ તૈયારી કરી લીધી છે.


ટ્રમ્પની જાહેરાત અને હકીકત વચ્ચે વિરોધાભાસ

શુક્રવારે જ રાષ્ટ્રપતિ ટ્રમ્પે કહ્યું હતું કે તેઓ 10 દિવસ માટે ઈરાન પર હુમલા રોકી રહ્યા છે, પરંતુ આ હુમલાએ આંતરરાષ્ટ્રીય સ્તરે આશ્ચર્ય સર્જ્યું છે. નિષ્ણાતો માને છે કે જો ઈરાન વળતો પ્રહાર કરશે, તો આ જંગ પરમાણુ સંઘર્ષમાં ફેરવાઈ શકે છે, જેની અસર સમગ્ર વિશ્વની અર્થવ્યવસ્થા પર પડશે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application
Recent News