જૂનાગઢના ઝાંઝરડા રોડ વિસ્તારમાં ૧૬૬ હેકટરમાં સૂચિત નગર યોજના ટીપી નંબર ૧૧ની અમલવારી માટે જુઙા દ્રારા ડેવલોપમેન્ટ પ્લાન બનાવાયો છે.જે અંગે માહિતી આપવા વિસ્તારના મિલકતધારકો સાથે બેઠક યોજાઈ હતી. રહેણાંક વિસ્તારમાં મુખ્યત્વે બાંધકામો થઈ ગયેલ હોય જેથી જમીન કપાતની શકયતાથી મિલકત ધારકોએ ટીપીનો ઉગ્ર વિરોધ કરી રદ કરવાની માંગ કરી હતી.શહેરમાં રસ્તાના ઠેકાણા નથી અને ટીપીના નામે પિયા કમાવવાના કીમિયા બધં કરવા મિલકતધારકોએ રોષ વ્યકત કર્યેા હતો અને વાંધા બાદ પણ ટીપીની અમલવારી થશે તો ઉગ્ર આંદોલન કરવાની ચીમકી ઉચ્ચારી હતી.
જૂનાગઢ શહેરના કાલાવાડ રોડ ગણાતા ઝાંઝરડા રોડના વિકાસ માટે જુઙા કચેરી દ્રારા સૂચિત નગર યોજના અંતર્ગત ૧૧ નંબરની ટીપી સ્કીમમાં સંકળાયેલા વિસ્તારોમા થનાર કામગીરીની વિગત આપવા જુઙા કચેરી દ્રારા શામળદાસ ગાંધી ટાઉનહોલ ખાતે ઝાંઝરડા રોડ વિસ્તારના મિલકત ધારકો સાથે બેઠક યોજાઈ હતી.જેમાં જુડા અને મહાનગરપાલિકાના અધિકારીઓ દ્રારા પ્રોજેકટરના માધ્યમથી ટીપીની અમલવારી મામલે થયેલ જમીન માપણીની કામગીરી અને તે વિસ્તારોમાં થનાર કામો અંગેની વિગત આપવામાં આવી હતી. નવી ટીપી સ્કીમનંબર ૧૧મા ૧૪૬ મહાનગરપાલિકા અને ૨૭ જુઙા હેઠળના ૧૬૭ હેકટર વિસ્તારમાં ૧૧૦ પ્લોટમાં થનાર ડેવલોપમેન્ટ પ્લાન રજૂ કરવામાં આવ્યો હતો. જે દરમિયાન ઝાંઝરડા રોડ વિસ્તારમાં મુખ્યત્વે રહેણાક વિસ્તાર જ છે અને ૨૭ ટકા ખેતીની જમીન હોવાથી ઉપસ્થિત મિલકત ધારકોએ ટીપી ૧૧ સામાન્ય માણસોને વધુ અસર કરતી હોવાથી ટીપી જોઈતી જ નથી તેવો એકી સાથે વિરોધ કર્યેા હતો.
બેઠકમાં ઉપસ્થિત મિલકત ધારકોએ શહેરના રસ્તાના ઠેકાણા નથી અને નવી ટીપી માત્રને માત્ર કમાણીનું સાધન હોય તેવું જણાવી ટીપી એટલે ટાઉન પ્લાનિંગ નહીં પરંતુ તૈયાર પ્લાન તેવું જણાવી ઝાંઝરડા રોડ ટીપી સ્કીમથી મિલકત ધારકોને નુકસાન જ થશે , 'મિલકત કપાવાથી ઘર જાયને ઓસરી રહે' તેવી સ્થિતિ સર્જાશે. જેથી તમામ મિલકત ધારકોએ મિલકતની કપાત નહીં થાય તેવી લેખિત બાહેધારી આપવાની માંગ કરી હતી જોકે ડ્રાટ સ્કીમમાં આવી કોઈ જોગવાઈ ન હોય તેથી મિલકત ધારકોએ નારાજગી વ્યકત કરી હતી. અગ્રણી બિલ્ડર વિનુભાઈ અમીપરા ના જણાવ્યા મુજબ વાંધા અરજીની અમલવારી થતી નથી ને કચરાપેટીમાં નાખી દેવામાં આવે છે.અરજદારોની અરજી લીધા બાદ નિર્ણય અંગે જાણ પણ કરવામાં આવતી નથી જેથી ટીપી ની જાણકારી અંગે યોજાયેલ બેઠક કમ સભા વધુ લાગી રહી છે તેવું જણાવ્યું હતું.
બેઠકમાં અગ્રણી બિલ્ડર પૂર્વ સ્ટેન્ડિંગ ચેરમેન, ક્રેડાઈના નિલેશભાઈ ધુલેશિયા દ્રારા ટીપી સ્કીમ નં ૧૧ સામાન્ય લોકોને વધુ અસર કરતા રહે છે.મિલકત કપાત સામે વળતર આપવું જોઈએ તેવી કોઈ બાંહેધરી આપવામાં આવતી નથી. એફ એસ આઇ કે બીન ખેતી વળતર આપવું જોઈએ. તેમજ બિલ્ડર એસોસિયેશન અથવા એન્જિનિયરિંગ એસોસિએશનને નકશા ની ડિજિટલ પ્રિન્ટ આપવી જોઈએ તેવી પણ રજૂઆત કરી હતી. ઝાંઝરડા રોડ ટીપી નંબર ૧૧ ની આવશ્યક જ ન હોવાનું જણાવી મિલકત ધારકો પાસે વાંધા અરજી લીધા બાદ તેને જાણ કરવામાં આવતી નથી અને એક માસ પણ ઓછો હોવાનું જણાવ્યું હતું. તત્રં દ્રારા વાંધા અરજી બાદ પ્રસિધ્ધિ કરવાના છે .પરંતુ અરજદારોને જવાબ આપવાના નથી જેથી વાંધાઓ લેવાનો શું મતલબ,આ વિસ્તારમાં ૨૭ ટકા ખેતીની જમીન હોવાથી રહેણા વિસ્તારોમાં મિલકતો કપાત થશે જેથી સામાન્ય લોકોની અસર પડશે તેમ જણાવ્યું હતું.
બેઠકમાં ઉપસ્થિત ખેડૂત આગેવાન નંદલાલભાઈ પોશિયાના જણાવ્યા મુજબ અગાઉ કરેલ ટિપીમાં કોઈ ફેરફાર થયો નથી અને જૂનાગઢમાં મંજૂરી વગર બાંધકામો થઈ રહ્યા છે.તો ટીપીની અમલવારી શા માટે? તેમ જણાવી જોષીપરાની પથારી ફર્યા બાદ ઝાંઝરડા રોડની પણ આજ હાલત ન થાય તે માટે ઝાંઝરડા રોડ ટીપી સ્કીમ રદ કરવા સામૂહિક ઠરાવ પ્રસ્તાવ કરી જુઙા કચેરીને આપવાની તજવીજ હાથ ધરી છે.મિલકત ધારકોને ટીપી મામલે પારદર્શક સ્કીમ આપવા જણાવી નકશા અંગેની ડિજિટલ પ્રિન્ટ આપવા પણ માંગ કરવામાં આવી હતી. મિલકત ધારકોએ અધિકારીઓને ટીપી સ્કીમ અન્વયે ફોર્મ દર્શાવવા જણાવતા ફોર્મ જ ન હોવાનું જણાવી કચેરીમાં આવી માહિતી મેળવવા જણાવતા યોજના અંગેની બોલાવેલી બેઠક માત્રને માત્ર સમયનો વેડફાડ હોવાનું જણાવી ટીપી માત્રને માત્ર પૈસા કમાવાની સ્કીમ હોવાનું જણાવ્યું હતું
જુડા કચેરી રજાના દિવસોમાં પણ કાર્યરત રહેશે
જુઙા કેટરીના અધિક્ષક બાદીના જણાવ્યા મુજબ ઝાંઝરડા રોડ ટીપી સ્કીમ મુસદ્દા મામલે સૂચન મંગાવવામાં આવ્યા છે.જેથી તા.૨૦ સુધી રજૂઆત કરી શકશે તે માટે જુઙા કચેરી રજાના દિવસોમાં પણ કાર્યરત રહેશે. કચેરીમાં ખાસ કર્મચારી પણ રાખવામાં આવ્યા છે તેઓ દ્રારા રજૂઆતનો સ્વીકાર કરશે જેથી રજા ના દિવસોમાં પણ ઉમેદવારોને અરજી આપવા જણાવ્યું છે
ચાર નવા રસ્તા અને બોર્ડ લગાવાશે
જૂનાગઢમાં જુઙા કચેરી કાર્યરત છે પરંતુ અન્ય શહેરોમાં જે પ્રમાણે સંચાલન થાય છે.તે પ્રમાણે સંચાલન થતું નથી શહેરમાં જુઙાનું એક પણ બોર્ડ ન હોવાનો અધિકારી દ્રારા સ્વીકાર કરી દિવાળી બાદ સુખપુર થી ભેસાણ ચોકડી , ધોરાજી ચોકડી સહિત ચાર ફોર ટ્રેક રસ્તા કરવા તજવીજ હાથ ધરી હોવાનું જણાવ્યું હતું. જોકે ઉપસ્થિત હોય એ બોર્ડ લગાવી શકતા નથી તે રસ્તાઓ કયારે કરશે તે અંગે પણ પ્રશ્નાર્થ કર્યા હતા
ઇમ્પેકટ અંતર્ગત કાયદેસર થયેલી મિલકત કપાતની ભીતિ
પૂર્વ કોર્પેારેટર જયેશભાઈ ધોરાજીયાએ કરેલા પ્રશ્નમાં ઝાંઝરડા રોડ પર આવેલી મિલકત ઇમ્પેકટ અંતર્ગત કાયદેસર કરી છે ત્યારે ટીપી સ્કીમ અંતર્ગત કાયદેસર થયેલી મિલકત કપાત થઈ શકે તેવું પૂછતા અધિકારીઓએ ટીપીના પ્લાનમાં તેનું ડીમ્યુલેશન થશે તેવું જણાવતા કાયદેસર થયેલ મિલકત પણ કપાત થતી હોય તો અન્ય મિલકત ધારકોનું શું થશે તેવું જણાવી ટીપી પ્લાન યોગ્ય હોવાનું કહ્યું હતું
ટીપી મામલે એક મહિનાનો સમય
મહાનગરપાલિકા ટાઉન પ્લાનિંગ ઓફિસર ના જણાવ્યા મુજબ ટીપ ૧૧ સ્કીમની અમલવારીમાં એક સાહમાં વાંધા સુચન મળ્યા બાદ સર્વે કરી પ્રસિધ્ધિ કરાશે અને ત્યારબાદ ફરી વાંધા સૂચન આવ્યા તો ચકાસણી કરી કમિશનરને સોંપવામાં આવશે સમગ્ર પ્રક્રિયા એક મહિના દરમિયાન થશે. સંભવત ૫ સપ્ટેમ્બર આસપાસ ટીપી સ્કીમ ની પ્રસિદ્ધિ ની તજવીજ હાથ ધરાશે
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationશ્રીલંકાની સરકારે ગૌતમ અદાણી સાથેનો વીજ ખરીદી કરાર આ કારણથી કર્યો રદ્દ
January 24, 2025 07:43 PMજામનગરના આકાશમાં આવતીકાલ તા.૨૫ તથા તા.૨૬મી જાન્યુઆરીના રોજ સર્જાશે અદ્ભુત દ્રશ્યો
January 24, 2025 07:12 PMમહાકુંભ મેળામાં જતા યાત્રિકો માટે ખુશખબર: પશ્ચિમ રેલવે દ્વારા સ્પેશિયલ ટ્રેનોમાં વધારાના કોચ
January 24, 2025 07:03 PMસિવિલ મેડિસિટી બની મેડિકલ ટુરિઝમનું કેન્દ્ર: આંતરરાષ્ટ્રીય સ્તરે જટિલ સર્જરી સફળતાપૂર્વક સંપન્ન
January 24, 2025 07:02 PMનળ સરોવરમાં પક્ષીઓની ગણતરી, 25 અને 26 જાન્યુઆરીએ પ્રવેશ બંધ
January 24, 2025 07:01 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech