ખંભાળિયાના ગ્રામ્ય પંથકની વાડીમાં ખાતર પાડતા તસ્કરો

  • May 24, 2021 11:21 AM 

ખંભાળિયાની રામનાથ સોસાયટી વિસ્તારમાં રહેતા અને તાલુકાના ફોટ ગામે વાડી ધરાવતા માંડણ ભાઈ નથુભાઈ પિંડારિયા નામના 60 વર્ષિય આહીર ખેડૂતની વાડીમાં થોડા દિવસ પૂર્વે કોઈ અજાણ્યા તસ્કરોએ પ્રવેશ કર્યો હતો.

અહીંના રહેણાંક મકાનન બંધ ફળિયામાં ગેરકાયદેસર રીતે પ્રવેશ કરી, તસ્કરો દ્વારા અહીં રાખવામાં આવેલા મગફળી ફોલવાનું થ્રેસર મશીન, ઘઉં કાઢવાનું મશીન, લોખંડની પુલી, લોખંડની રાપ, સાતીના લોખંડના આઠ નંગ દાઢા, પાકમાં છાટવાના પાંચ નંગ પમ્પ, સહિતની જુદી જુદી ચીજવસ્તુઓ, ઉપરાંત લોખંડનો પરચૂરણ સામાન વિગેરે મુદ્દામાલ ચોરી કરીને લઈ ગયા હોવાની ધોરણસર ફરીયાદ અહીંના પોલીસ મથકમાં નોંધાવવામાં આવી છે.

કુલ રૂ. 22,300/- ના મુદ્દામાલની ચોરીના આ બનાવ અંગે ખંભાળિયા પોલીસે જુદી જુદી કલમ હેઠળ ગુનો નોંધી, અજાણ્યા તસ્કરની શોધખોળ હાથ ધરી છે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS