લોથલમાં માટીના સેમ્પલ લેવા ઉડા ખાડામાં ઉતરેલા ૨ વિધાર્થિની દટાયા છે. આ ઘટનામાં ૧નું મોત થયું છે યારે અન્ય ૧ને બહાર કાઢવાની કામગીરી હાથ ધરવામાં આવી છે.લોથલમાં હડપ્પા સંસ્કૃતિનું સંશોધન ચાલી રહ્યું છે. ત્યારે દિલ્હી અને ગાંધીનગરની ટીમ રીસર્ચ માટે માટીના નમૂના લેવા માટે ૧૫ ફટ ઐંડા ખાડામાં ઉતર્યા હતા. નમૂના લેવા માટે બે મહિલા અધિકારીના માથે અચાનક માટી ધસી પડતાં બે અધિકારીઓ દટાઇ ગયા હતા. આ દુર્ઘટનામાં ૧ મહિલા અધિકારીનું મોત નિપયું છે યારે એકની હાલત ગંભીર હોવાનું જાણવા મળ્યું છે. આ ઘટનાની જાણ થતાં અધિકારીઓ અને પોલીસનો કાફલો દોડી આવ્યો છે.
અમદાવાદ જિલ્લાના ધોળકાના હડપ્પા સંસ્કૃતિના લોથલમાં દિલ્હી અને ગાંધીનગરની ટીમ રીચર્સ માટે ગઈ હતી ત્યારે ઘટના બની છે. મળતી માહિતી મુજબ લોથલમાં ૨ મહિલા અધિકારી માટીના સેમ્પલ લેવા ખાડામાં ઉતરી હતી. મહિલા અધિકારીઓ જે ખાડામાં સેમ્પલ લેવા ઉતરી ગઇ હતી તે ખાડો ૧૫ ફટ ઉંડો હતો. અચાનક જ ખાડાની માટીની ભેખડ ધસી જતાં બંને મહિલા અધિકારી દટાયા હતા. ઘટનામાં ૧ મહિલા અધિકારીનું મોત થયું છે યારે અન્ય અધિકારીને બચાવવાની કામગિરી શ કરાઇ હતી. આ મહિલા ઉંડા ખાડામાં માટી નીચે દબાયેલી હોવાથી અને જીવીત હોય ૧૦૮ એમ્બ્યુલન્સનો સ્ટાફ અને બગોદરા અને કોઠ પોલીસ.ફાયર સહિતની ટીમ મહિલા અધિકારીને બહાર કાઢવાની કામગીરી કરી હતી મળેલી માહિતી મુજબ ગાંધીનગર અને દિલ્હીના ચાર થી વધુ અધિકારીઓ સરકારી ગાડી લઈ લોથલ ગયા હતા અને મરણ જનાર મહિલા અધિકારી દિલ્હીના હોવાનું પ્રાથમિક અનુમાન વ્યકત કરાયું છે. ઇજાગ્રસ્ત મહિલાને સારવાર માટે હોસ્પિટલમાં લઇ જવાઇ છે
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationધ્રોલ નગરપાલિકા ભારતીય જનતા પાર્ટીના હોદેદારોની સેન્સ પ્રક્રિયા
March 29, 2025 06:16 PMજામનગરની જી.જી. હોસ્પિટલમાં ઓનલાઈન કેસ કઢાવવાની સુવિધા ઉપલબ્ધ
March 29, 2025 06:07 PMધોરાજીમાં 16 વર્ષની ભત્રીજી પર દુષ્કર્મ આરનાર નરાધમ કાકાને કોર્ટે 20 વર્ષની કેદની સજા ફટકારી
March 29, 2025 05:26 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech