શહેરના ગંગોત્રી પાર્ક મેઇન રોડ પર શિલ્પન ઓનેકસ પાસે બુલેટ ચાલેકે એકટીવાને હડફેટે લેતા એકટીવાચાલક પોસ્ટ ઓફિસના મહિલા કર્મચારીને ગંભીર ઇજા પહોંચતા તેમને ફ્રેકચર અને હેમરેજ થઈ ગયું હતું. આ મામલે પોલીસે બુલેટ ચાલેક સામે ગુનો નોંધી જરી કાર્યવાહી કરી છે.
જાણવા મળતી વિગતો મુજબ, શહેરના બિગ બજાર પાસે ચંદ્રપાર્કમાં રહેતા અને યુનિવર્સિટી પોસ્ટ ઓફિસમાં ફરજ બજાવનાર ધર્મિાબેન મહેતા(ઉ.વ ૫૨) નામના મહિલા ગત તારીખ ૧૬૧ ના પોતાની નોકરી પૂરી કરી એકટીવા લઈ ગંગોત્રી પાર્ક મેઇન રોડ પર શિલ્પન ઓનેકસ પાસેથી પસાર થતા હતા. ત્યારે પૂરપાટ ઝડપે ધસી આવેલા બુલેટ નંબર જીજે ૩૨પી ૪૫૪૫ ના ચાલકે તેમને હડફેટે લેતા તેઓ રોડ પર પટકાયા હતા જેથી તેમને ઇજાગ્રસ્ત હાલતમાં સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. યાં તેમને ડાબા પગમાં ફ્રેકચર અને માથામાં હેમરેજ થઈ ગયું હોવાનું માલુમ પડું હતું. આ અંગે ધર્મિાબેનના ભાઈ મનીષભાઈ ઈશ્વરલાલ વોરા (ઉ.વ ૫૦) દ્રારા યુનિવર્સિટી પોલીસ મથકમાં બુલેટ ચાલક સાવન હિતેશભાઈ બરાસરા (રહે.મોરબી) સામે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી કરી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationખાલિસ્તાની કમાન્ડો ફોર્સના 3 આતંકવાદીઓ એન્કાઉન્ટરમાં માર્યા ગયા, બે AK-47 મળી
December 23, 2024 09:07 AMPMJAY યોજનામાં કૌભાંડ બાદ સરકાર સજ્જ, નવી SOP કરશે જાહેર
December 22, 2024 08:18 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech