BREAKING NEWS

નો પાર્કિંગમાં પડેલી કાર લોક કરતા મહિલા હેડ કોન્સ.ને ધમકી આપી ફરજમાં રુકાવટ

  • April 18, 2026 10:23 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


રાજકોટ શહેરના એસ્ટ્રોન ચોક પાસે નો-પાર્કિંગમાં કાર લોક કરવા બાબતે કાર માલિક સહિત બે શખસોએ ટ્રાફિક પોલીસ સાથે ઝઘડો કરી રસ્તા પર સુઈ જઈ ફરજમાં રૂકાવટ કરી હતી અને ધમકી આપી હતી. જે અંગે એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે.
બનાવ અંગે ટ્રાફિક શાખામાં ફરજ બજાવનાર મહિલા હેડ કોન્સ્ટેબલ રજનીબેન ભગવાનજીભાઈ સાગઠીયાએ નોંધાવેલી ફરિયાદમાં આરોપી તરીકે વનરાજ કુવાડીયા અને ભરતના નામ આપ્યા છે. ફરિયાદમાં જણાવ્યું હતું કે, તા. ૧૬ એપ્રિલે સવારે તેઓ પોતાની ફરજ દરમિયાન બગીચા પાસે જાહેર શૌચાલય આગળ નાલા પાસે નો-પાર્કિંગ ઝોનમાં પાર્ક કરેલી જીજે૩ પી.આર ૩૭૩૬ નંબરની કારની લોક કરવાની કાર્યવાહી કરી હતી. થોડા સમય બાદ કારમાંથી કે ફોન કરી પોલીસને સ્થળ પર બોલાવી લોક ખોલવા જણાવ્યું હતું.
પોલીસ ટીમ પહોંચતા કાર માલિક વનરાજ કુવાડીયાએ દંડ ભરવાનો ઇન્કાર કરી મને ઓળખતા નથી એક ફોન કરું તો લોક ખોલવો પડશે કહી ધમકી આપી હતી. બાદમાં ક્રેનથી કાર લઇ જવાની કાર્યવાહી કરતા આરોપી સાથે રહેલ ભરત ક્રેન આગળ સુઈ ગયો હતો અને અહીં ટ્રાફિકજામ કરી દીધો હતો. જે અંગે મહિલા હેડ કોન્સ્ટેબલે નોંધાવેલી ફરિયાદ પરથી એ ડિવિઝન પોલીસે બંને શખસો સામે ટ્રાફિક પોલીસની ફરજમાં રૂકાવટ અને ધમકી સહિતની કલમો હેઠળ ગુનો નોંધ્યો છે. 



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application
Recent News