ઓડિશા સરકારે મહિલા કર્મચારીઓ માટે એક મહત્વપૂર્ણ પગલું ભયુ છે, જેમાં મહિલાને ૧૮૦ દિવસની મેટરનિટી લીવ આપવામાં આવશે. ઓડિશા સરકારે સરોગસીનો વિકલ્પ પસદં કરતા કર્મચારીઓને માતૃત્વ અને પિતૃત્વની રજા આપવાનો નિર્ણય કર્યેા છે. આ માહિતી એક સત્તાવાર સૂચનામાં આપવામાં આવી છે.
ઓડિશાના મુખ્યમંત્રીએ કહ્યું કે, અમે મહિલાઓને સશકત કરવા માંગીએ છીએ અને તેમને તેમના પરિવાર સાથે ગુણવત્તાપૂર્ણ સમય પસાર કરવાની તક આપવા માંગીએ છીએ. રાયમાં મહિલા કર્મચારીઓની સંખ્યા વધારવા અને કાર્યસ્થળે તેમનું સંતુલન જાળવવા માટે આ પગલાને સકારાત્મક સંકેત તરીકે જોવામાં આવી રહ્યું છે. રાયના નાણા વિભાગ દ્રારા ગુવારે રાત્રે જારી કરવામાં આવેલી નોટિફિકેશન અનુસાર, મહિલા કર્મચારીઓ ૧૮૦ દિવસની રજા લઈ શકે છે, યારે પુષ કર્મચારીઓને ૧૫ દિવસની પિતૃત્વ રજા મળશે. તેમાં કહેવામાં આવ્યું છે કે, આ લાભ સરોગેટ અને કમિશનિંગ માતા અને કમિશનિંગ પિતા બંનેને આપવામાં આવશે. રાય સરકારનો આ નિર્ણય કેન્દ્ર દ્રારા સરોગસી દ્રારા માતા–પિતા બનેલા તેના કર્મચારીઓને માતૃત્વ અને પિતૃત્વ રજાનો લાભ લંબાવ્યા બાદ આવ્યો છે.
તેમાં કહેવામાં આવ્યું છે કે, રાય સરકારની કોઈપણ મહિલા કર્મચારી, જે બે કરતાં ઓછા હયાત બાળકો ધરાવે છે અને સરોગેટ માતા બને છે, તે ૧૮૦ દિવસની પ્રસૂતિ રજા માટે પાત્ર બનશે. રાય સરકારની એક મહિલા કર્મચારી, જેમની પાસે બે કરતાં ઓછા હયાત બાળકો છે, જે 'કમિશનિંગ માતા' બને છે તે ૧૮૦ દિવસની પ્રસૂતિ રજા માટે પાત્ર બનશે. 'કમિશનિંગ મધર' એટલે જૈવિક માતા કે જે તેના ઈંડાનો ઉપયોગ અન્ય ક્રીમાં ગર્ભ રોપવા માટે કરે છે. તેવી જ રીતે, રાય સરકારના પુષ કર્મચારી, જેમાં બે કરતાં ઓછા હયાત બાળકો હોય, જે 'કમિશનિંગ ફાધર' બને છે તે બાળકની જન્મ તારીખથી ૬ મહિનાના સમયગાળામાં ૧૫ દિવસની પિતૃત્વ રજા માટે પાત્ર બનશે. જો સરોગેટ મધર અને કમિશનિંગ મધર બંને રાય સરકારના કર્મચારી હોય, તો બંનેને ૧૮૦ દિવસની મેટરનીટી લીવ મળશે. નોટિફિકેશનમાં કહેવામાં આવ્યું છે કે, પ્રસૂતિ અથવા પિતૃત્વ રજાનો દાવો કરવા માટે, સરોગેટ માતા અને કમિશનિંગ પેરેન્ટસ વચ્ચે સરોગસી પર કરવામાં આવેલ કરાર તેમજ રજિસ્ટર્ડ ડોકટરો અથવા હોસ્પિટલોના સહાયક તબીબી દસ્તાવેજો સબમિટ કરવા પડશે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationગણેશનગરમાં જુગાર રમતા કુખ્યાત ઈભલા સહિત છ શખસો ઝડપાયા
April 23, 2025 02:47 PMશહેરમાં હાર્ટએટેકથી બે આધેડના મુત્યુ: પરિવારમાં ગમગીની
April 23, 2025 02:44 PMમમ્મી કાલે હું છાપામાં આવીશ: એ કાલ જુવે પહેલા રોનકની દુનિયાને અલવિદા
April 23, 2025 02:40 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech