રાજકોટ એસીબીની નવા વર્ષે બોણીમાં જ મહિલા કોન્સ્ટેબલ ઝપટે ચડી ગયાં છે. શહેરનાં યુનિવર્સિટી પોલીસ સ્ટેશનનાં મહિલા કોન્સ્ટેબલે અરજદારનો ખોવાઈ ગયેલો મોબાઈલ પરત આપવા માટે ા.૧૦૦૦ની લાંચ માંગી હતી બાદમાં લાંચની આ રકમ સ્વિકારતાં મહિલા કોન્સ્ટેબલ અનિતાબેન વાઘેલાને એસીબીએ રંગેહાથ ઝડપી લીધા હતા. હાલ મોરબી એસીબી દ્રારા આ બાબતે તપાસ શ કરવામાં આવી છે.મહિલા કોન્સ્ટેબલના રિમાન્ડ માંગવા તજવીજ હાથ ધરવામાં આવી છે.
અત્રે ઉલ્લેખનીય છે કે, તેરા તુજ કો અર્પણ કાર્યક્રમ અંતર્ગત નાગરીકોનાં ખોવાયેલા મોબાઈલ પોલીસ પરત અપાવે છે. આ પ્રકારે પોલીસે લાખોની કિંમતનાં મોબાઈલ ફોન અરજદારોને પરત અપાવ્યા છે ત્યારે આ ટ્રેપ બાદ એવો સવાલ ઉઠી રહ્યો છે કે, ખોવાયેલા અથવા ચોરાયેલા મોબાઈલ મુળ માલિકને પોલીસ દ્રારા પરત આપવામાં આવતા હોય ત્યારે પણ નાગરિકોએ વણલખ્યાં નિયમ મુજબ પોલીસને નૈવેધ ધરવો પડતો હશે ?
શહેરનાં યુનિવર્સિટી પોલીસ સ્ટેશનમાં અરજદારે પોતાનો ફોન ખોવાઈ ગયા અંગે અરજી કરી હતી. આ મામલે પોલીસે તપાસ હાથધરી હતી દરમિયાન અરજદારનો આ ખોવાયેલો મોબાઈલ ફોન મળી જતાં યુનિવર્સિટી પોલીસ સ્ટેશનનાં મહિલા કોન્સ્ટેબલ અનિતાબેન ઈશ્ર્વરભાઈ વાઘેલાએ અરજદારનો સંપર્ક કરી તેમનો ખોવાઈ ગયેલો ફોન મળી જવા અંગે અવગત કર્યા હતા સાથોસાથ તેમણે આ મોબાઈલ ફોન પરત આપવા બદલ ૧૦૦૦ની લાંચની રકમની માંગણી કરી હતી જયારે મોબાઈલ ફોન પરત લેવા આવે ત્યારે આ રકમ લઈ આવવા કહ્યું હતું.
અરજદાર લાંચની આ રકમ આપવા ઈચ્છતાં ન હોય તેમણે રાજકોટ એસીબીનો સંપર્ક કર્યેા હતો જેથી રાજકોટ એસીબી એકમનાં ઈન્ચાર્જ મદદનીશ નિયામક કે.એચ.ગોહિલનાં સુપરવિઝનમાં એસીબી પી.આઈ. પી.એ.દેકાવાડીયા તથા ટીમે યુનિવર્સિટી પોલીસ સ્ટેશનમાં ટ્રેપ ગોઠવી હતી. અહીં યુનિવર્સિટી પોલીસ સ્ટેશનના સાયબર વિભાગનાં મમાં મહિલા કોન્સ્ટેબલ અનિતાબેન વાઘેલા અરજદાર પાસેથી ૧૦૦૦ની લાંચની રકમ સ્વિકારતાં જ એસીબીની ટીમે તેમણે રંગેહાથ ઝડપી લઈ તેમના વિધ્ધ ગુનો નોંધવા તજવીજ હાથ ધરી છે. નવા વર્ષનાં પ્રારંભે જ મહિલા કોન્સ્ટેબલ એસીબીની ઝડપે ચડી જતાં પોલીસ બેડામાં સન્નાટો છવાયો ગયો હતો.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationદેવભૂમિ દ્વારકા જિલ્લામાં સી.સી.ટી.વી.કેમેરા અંગેનું જાહેરનામુ પ્રસિદ્ધ કરાયું
April 02, 2025 05:12 PMજો ઝડપથી ફેટ બર્ન કરવા માંગો છો, તો ખાલી પેટે ખાઓ આ ફળ
April 02, 2025 05:01 PMદહીંમાંથી બનેલી આ વાનગીઓ ઉનાળા માટે રહેશે બેસ્ટ, સ્વાદ સાથે સ્વાસ્થ્ય પણ જળવાશે
April 02, 2025 04:38 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech