BREAKING NEWS

રાજકોટની માર્ગ મકાન વિભાગ કચેરીના મહિલા કલાર્કનો ગળેફાંસો ખાઈ આપઘાત

  • April 28, 2026 03:45 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

રાજકોટમાં પ્રતિદિન નોંધાતા આત્મહત્યાના બનાવમાં વધુ એક બનાવ નોંધાયો છે, રાજકોટ માર્ગ મકાન વિભાગની કચેરીમાં કલાર્ક તરીકે ફરજ બજાવતા પરિણીતાએ કવાર્ટરમાં ગળેફાંસો ખાઈ આપઘાત કરી લેતા અરેરાટી પ્રસરી છે, પરિણીતાએ સ્યુસાઇડ પૂર્વે એક ચીઠી લખી હતી જેમાં લખ્યું હતું કે, હત્પં મારી મરજીથી પગલું ભં છું, કોઈ જવાબદાર નથી, ઘટનાને પગલે દોડી ગયેલી એ ડિવિઝન પોલીસે ચીઠી કબ્જે કરી હતી.
બનાવની પ્રા વિગત મુજબ રાજકોટ શહેર વર્તુળ માર્ગ મકાન વિભાગની કચેરીમાં કલાર્ક તરીકે ફરજ બજાવતા અને માલવિયા ચોક પાસે આવેલા આરએન્ડબીના કવાર્ટરમાં રહેતા હીનાબેન સૌરભભાઈ ડોડીયા (ઉ.વ.૩૦)ના પરિણીતાએ સાંજે પાંચેક વાગ્યે છતના હંકમાં દુપટો બાંધી ગળેફાંસો ખાઈ લીધો હતો. નણદં ઘરે આવતા ભાભીને લટકતી હાલતમાં જોઈ બુમાબુમ કરતા કવાર્ટરમાં રહેતા અન્ય લોકો દોડી ગયા હતા અને બેભાન હાલતમાં સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવતા ફરજ પરના તબીબે જોઈ તપાસી મૃત જાહેર કરતા કલ્પાંત સર્જાયો હતો.આપઘાત કરનાર હિનાબેનનું માવતર સુરેન્દ્રનગર છે. તેણીના લ બે વર્ષ પૂર્વે જ સૌરભભાઈ જયેશભાઇ ચાવડા સાથે થયા હતા. પતિ સૌરભભાઈ કેમિકલ એન્જીનીયર છે અને કુવાડવા સ્થિત કંપનીમાં નોકરી કરે છે. પરિણીતાના માવતર અને સાસુ સસરા સહિતના યાત્રામાં ગયા હોય બનાવની જાણ કરતા બધા રાજકોટ આવી પહોંચ્યા હતા, તેણીએ કયાં કારણોસર પગલું ભયુ એ અંગે પરિવારજનો પણ અજાણ હોય પોલીસે કારણ જાણવા તપાસ હાથ ધરી છે..



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application