જૂનાગઢ ગેસ અગ્નિકાંડ જેવી ઘટના પોરબંદરમાં પણ ઘટે તેવી દહેશત

  • May 09, 2025 02:35 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)



જુનાગઢમાં ગેસ કંપનીની બેદરકારીને કારણે સર્જાયેલી દુર્ઘટનામાં નિર્દોષ લોકોના મોત નિપજ્યા છે ત્યારે એ જ પ્રકારની પરિસ્થિતિનું પોરબંદર શહેરની શેરી,ગલીઓ અને રાજમાર્ગોમાં નિર્માણ થાય તેવી દહેશત દર્શાવીને અદાણી ગેસ લિમીટેડ દ્વારા થયેલ આડેધડ ખોદકામ બાદ રોડ સમથળ થયા નહી હોવાથી અકસ્માત થાય તેવી સંભાવના જણાવીને વડાપ્રધાન અને મુખ્યમંત્રી સુધી ફરિયાદ પહોંચાડવામાં આવી છે.
પોરબંદરના આર.ટી.આઇ. એકટીવિસ્ટ અને એડવોકેટ ભનુભાઇ નાગાભાઇ ઓડેદરાએ વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને કરેલી રજુઆતમાં જણાવ્યુ છે કે પોરબંદર શહેરમાં અદાણી ગેસ લીમીટેડ દ્વારા પુરા શહેરમાં ગેસની પાઇપલાઇન આડેધડ બિછાવવામાં આવેલ છે. અમુક વિસ્તારમાં કોઇપણ જાતની પોરબંદર મહાનગરપાલિકાની પરવાનગી વગર પાઇપલાઇન નાખી દીધેલ છે. આ પાઇપલાઇનમાં ગમે ત્યારે મોટો અકસ્માત થવાનો ભય રહેલો છે. ગુજરાત રાજ્યના જૂનાગઢ શહેરમાં પાઇપલાઇનથી લોકોના મોત થયેલ છે. આવુ જ પુનરાવર્તન પોરબંદર શહેરમાં અદાણી ગેસ દ્વારા નાખવામાં આવેલી પાઇપલાઇન આડેધડ નાખેલ છે. ઉદ્યોગનગર, આશાપુરા, સુદામા પરોઠા પાછળ તથા જી.આઇ.ડી.સી. મેઇન રોડ, ખાપટ, પોલીટેકનિક કસ્ટમ ડિવિઝન વિસ્તારમાં ગેસની અંડરગ્રાઉન્ડ પાઇપલાઇન જે અન્ય પાણી, ગટરની લાઇનની બાજુમાંજ અનઅધિકૃત રીતે નાખેલ હોવાથી અન્ય પાઇપલાઇન રીપેરીંગ માટે જ્યારે ખોદકામ કરવામાં આવશે ત્યારે મોટો અકસ્માત થવાનો ભય રહેલો છે. આથી પોરબંદર શહેરની અદાણી ગેસની અંડરગ્રાઉન્ડ નાખેલ તમામ પાઇપલાઇનનું રી-સર્વે કરી તેમની લાઇનો આડેધડ બીછાવવામાં આવેલ હોવાથી આ ગેસ ચાલુ કરતા પહેલા તટસ્થ તપાસ કરવામાં આવે.બાકી અકસ્માત થવાનો ભય રહેલો હોય, આથી  સેફટી માટે થઇને તમામ પાઇપલાઇન નાખેલ છે ત્યાં મોટાભાગના ખોદાણો, ખુલ્લા છે અને યોગ્ય રીતે સમથળ જગ્યાઓ કરવામાં આવેલ નથી. અમુક જગ્યાએ  મુખ્ય રસ્તાઓની વચ્ચે ગેસની પાઇપલાઇન નાખેલ છે. હાલમાં પણ ઉદ્યોગનગર, આશાપુરા તથા અન્ય જગ્યાએ ગેસના કનેકશન પણ આપવામાં આવેલા છે. આથી આ અદાણી ગેસ લીમીટેડ દ્વારા અનઅધિકૃત ખોદકામ અને રસ્તાઓ રીપેર કરેલ ન હોય, આથી હાલમાં તાત્કાલિક આ બાબતે કાર્યવાહી કરવામાં આવે તેવી મારી માંગણી છે. તેમ ભનુભાઇ ઓડેદરાએ કરેલી રજૂઆતમાં જણાવ્યુ છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application