કોરોનાનો ભય: કોર્પોરેશનમાં અરજદારો ગાયબ

  • October 28, 2020 02:04 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

રાજકોટ સહિત સમગ્ર ગુજરાત રાજ્યમાં કોરોનાનો એક પણ પોઝિટિવ કેસ નોંધાયો નથી તેમ છતાંય ’સાવચેતી એ જ સલામતી’ સૂત્રને ધ્યાને લઇને શહેરીજનો જનસંપર્ક ટાળવા લાગ્યા છે. ખાસ કરીને ખુલતાની સાથે જ સતત ધમધમતી એવી રાજકોટ મહાનગરપાલિકાની મુખ્ય કચેરીમાં અરજદારોની સંખ્યામાં છેલ્લા ત્રણ દિવસથી ભારે ઘટાડો થઈ ગયો છે. કોર્પોરેટરો, આગેવાનો અને કાર્યકરો પણ કચેરીમાં આવતા લગભગ બંધ થઈ ગયા છે.દરમિયાન આજે સવારે તો જાણે કચેરીમાંથી અરજદારો ગાયબ જ થઈ ગયા હોય તેવા દ્રશ્યો નજરે પડ્યા હતા.


રાજકોટ મહાનગરપાલિકાની મુખ્ય કચેરીમાં દરરોજ જન્મ મરણ નોંધણી શાખા, આધાર કાર્ડ વિભાગ,મિલકત વેરા વિભાગ વિગેરેમાં સરેરાશ એકાદ હજાર જેટલા અરજદારોની અવરજવર હોય છે પરંતુ જ્યારથી કોરોના વાયરસની ભિતી ફેલાય છે ત્યારથી કચેરીમાં અરજદારો આવતા બંધ થઈ ગયા છે. અરજદારો ઉપરાંત અલગ અલગ વિસ્તારોમાંથી વિવિધ પ્રશ્નો અંગે રજૂઆત માટે આવતા પ્રતિનિધિ મંડળો અને ટોળાઓ પણ બંધ થઈ ગયા છે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS