શંકરટેકરી વલ્લભનગરમાં વીજ પુરવઠા સપ્લાયમાં ખામી

  • July 07, 2021 10:44 AM 

બોર્ડના કોર્પોરેટરો દ્વારા વીજકંપનીનાં કાર્યપાલક ઇજનેરને રજુઆત

જામનગર શંકર ટેકરી વલ્લભનગર વિસ્તાર જે સંપૂર્ણ (સફાઇ કામદાર) વાલ્મીકી સમાજનો વિસ્તાર છે તેમાં રામદેવપીર મંદિર તેમજ રાધેક્રિષ્ના મંદિર જેનું 150 કવાટર બહારનો વિસ્તાર આવેલ છે. જેમાં અવાર નવાર લાઇટ જતી રહે અને વાયર સળગી જાયછે અને મ્યુકોર્પો. સુલભ પાસેના વીજ થાંભલામાં ઘણા લાઇટ કનેકશન રહેવાથી, વીજ પુરવઠો વધી જતાં અવાર નવાર લાઇટ જાયછે તેથી અમારી માંગણી છે કે ત્યાંથી થોડે દુર બીજો વીજ થાંભલો નાખવાથી કનેકશનો ડીવાઇડ થઇ જશે અનેવીજ પુરવઠો મળી રહેશે અથવા તો ચીકુભાઇ મકનભાઇ પઠાણના ઘર પાસે થાંભલા નાખેલ છે પણ કનેકશન ચાલુ કરેલ નથી તો તે કનેકશન પણ ચાલુ કરવું. આ વિસ્તારને લાઇટ કનેકશન આપવાથી કાયમી ધોરણે અમારો આ પ્રશ્ર્ન હલ થઇ શકે તેમ હોય. યોગ્ય કરવા કોર્પોરેટર શોભનાબેન પઠાણ, હષર્બિા જાડેજા અને જેન્તીલાલ ગોહિલ દ્વારા પીજીવીસીએલના કાર્યપાલક ઇજનેરને પત્ર પાઠવી રજુઆત કરી છે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)