પોરબંદરમાં પુત્રીની સગાઇ પ્રસંગે પિતા દ્વારા અનેકવિધ સેવાકાર્યોનું આયોજન કરવામાં આવ્યુ હતુ.
પોરબંદરના જાણીતા દાનવીર, સામાજિક અગ્રણી અને પાયોનિયર ક્લબ તેમજ સાગરપુત્ર સમન્વય પોરબંદરના પ્રમુખ પ્રવીણભાઈ ખોરાવાની પુત્રી દેવશ્રીના સગાઈ પ્રસંગે સમગ્ર શહેરમાં સામાજિક જાગૃતિ અને સેવા ભાવનાથી યુક્ત વિશેષ કાર્યક્રમો યોજાયા.આ અવસરે વિવિધ માનવસેવા કાર્યો સંગઠિત રીતે હાથ ધરવામાં આવ્યા. જે અંતર્ગત ૨૭ દીકરીઓને ભેટ અર્પણ થઇ હતી.
પાયોનિયર ક્લબ દ્વારા દર વર્ષે યોજાતા સમૂહલગ્નમાં જોડાયેલી તમામ ૨૭ દીકરીઓને સંસ્થાના પ્રમુખ પ્રવીણભાઈ ખોરાવાના હસ્તે પ્રેમભીની ભેટ આપવામાં આવી.સમાજની ૫ દીકરીઓના આર્ય સમાજની રીતરિવાજ મુજબ લગ્ન કરી અપાઈ સાથે સંસ્થાએ કરિયાવર પણ પૂરું પાડ્યું. શહેરના જરિયાતમંદ ૫૦ પરિવારોને જીવન જરિયાતની સામગ્રીથી ભરેલી રાશન કીટનું વિતરણ થયું. ભવિષ્ય ઘડાય તે હેતુથી ૧૦ દીકરીઓની શાળાની ફી માટે સીધી આર્થિક સહાય આપવામાં આવી.શિક્ષણને વેગ આપવા માટે ૧૫ બાળકોનુ નવા શૈક્ષણિક સામગ્રી પાઠ્યપુસ્તકો આપવામાં આવ્યા.મોટાભાગે અવગણાયેલા વૃદ્ધ દર્દીઓને ચાલવા સહાયપ બને તે હેતુથી વોકિંગ સ્ટિકનું વિતરણ કરાયું.
આ સમગ્ર સેવાકાર્યોમાં પ્રવીણભાઈના પુત્ર યક્ષ ખોરાવા, પોરબંદર ખારવા સમાજના માજી વાણોટ પ્રેમજીભાઈ ખુદાઈ તથા હરજીવનભાઈ કોટીયા, તેમજ પાયોનિયર ક્લબના સભ્યો જયેન્દ્રભાઈ ખુંટી, અંજલિબેન પોસ્તરીયા અને ખુશીબેન મણિયાર વિશેષ ઉપસ્થિત રહ્યા હતા.આ સેવા પ્રવૃત્તિઓએ સમગ્ર પોરબંદરમાં સામાજિક સંવેદનશીલતા અને ઉદારતા માટે નવા માપદંડ ઊભા કર્યા છે. ત્યારે તેમને સેવાપ્રવૃત્તિ બદલ શુભેચ્છાઓ અપાઇ હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On ApplicationPM મોદી G7 સમિટમાં લેશે ભાગ, કેનેડાના વડાપ્રધાન કાર્નીએ ફોન કરીને આપ્યું આમંત્રણ
June 06, 2025 08:11 PMગુજરાતમાં કોરોનાનો હાહાકાર: એક જ દિવસમાં 170 નવા કેસ, એક્ટિવ કેસ 700ને પાર
June 06, 2025 07:53 PMકેન્દ્રીયમંત્રી મનસુખ માંડવીયાએ રિલાયન્સના વનતારાની મુલાકાત વિશે શુ કહ્યું, જુઓ આ વિડીયો
June 06, 2025 07:44 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech