રાજકોટના એક અસામાન્ય બનાવવામાં લેન્ડ ગ્રેબિંગની કલેકટરે રદ કરેલી ફરિયાદના કિસ્સામાં અદાલતે ફરીયાદ લઈન યોગ્ય કાર્યવાહી કરવાનો પોલીસને હુકમ કર્યો છે.આ અંગેની હકીકત મુજબ, ફરીયાદી ઇમિટેશન ધંધાર્થી પ્રશાંતભાઈ સુરેશભાઈ જાદવે લાખાજીરાજ ઉદ્યોગનગર શેરી નં. ૧ માં આવેલ ૨૨૯-૧૬ ચો.મી.નો પ્લોટ દસ્તાવેજ કરી ખરીદ કરેલ છે. જ્યારે તેઓ આ પ્લોટ પર બાંધકામ કરવા ગયેલા ત્યારે ત્યાં ભુપત ખાચર અને તેનો પુત્ર રવિ ખાચર ઘસી આવેલ અને કહેલ કે આ પ્લોટ પાસે આવતો નહિ, નહિંતર તારા ટાંટીયા ભાંગી નાખીશું' તેવી ધમકી આપવા ઉપરાંત વેપારીના ઘરે જઈ પ્લોટ ખાલી કરવાના બદલામાં સ્વ.૨૨ લાખની ખંડણીની માંગી જાનવી મારી નાખવાની ધમકી પણ આપી હતી. આરોપીઓએ પ્લોટ પર ગેરકાયદેસર બાંધકામ કરેલું હતુ અને ફરીયાદથી બચવા ખોટા હકીકતવાળો દાવો પણ ફરેલી હતો. ત્યારબાદ ફરિયાદી દ્વારા ગઈ તારીખ ૨૧/ ૩/ ૨૦૨૩ના રોજ ઓનલાઈન લેડ ગ્રેબિંગની ફરિયાદ દાખલ કરવામાં આવી હતી, તેમાં નિવાસી અધિક કલેકટર તરફથી યોજાયેલ લેન્ડ ગેબિંગ સમિતિની બેઠકમાં અરજી દ્રોપ કરવામાં આવી હતી.દરમિયાન ફરીયાદીએ તેના એડવોકેટ અશ્વિન ગોસાઈ દ્વારા તા. ૨૩/ ૦૫/ ૨૦૨૪ના રોજ રાજકોટના ડિસ્ટ્રિકટ એન્ડ સેશન્સ કોર્ટમાં ફોજદારી ઈન્કવાયરી દાખલ કરવામાં આવેલ. તેમાં અદાલત દ્વારા વેરિફિકેશન બાદ ઈન્કવાયરી રજિસ્ટરે લઈને જિલ્લા કલેકટર કચેરીને ફરીથી તપાસ માટે મોકલી આપવામાં આવેલ જેમાં રાજકોટના સેકન્ડ ડિસ્ટ્રિકટ ઍન્ડ સેશન્સ જજ દ્વારા ખંડણી માગતા અને ધાક ધમકી આપતા હોય તેવા સીસીટીવી ફૂટેજ સહિતના ડોકયુમેન્ટરી એવિડન્સ અને પુરતાં પુરાવા મળી આવતા આરોપીઓ (૧) ભુપતભાઈ અનકભાઈ ખાચર તથા (૨) રવિ ભુપતભાઈ ખાચર વિરૂદ્ધ ગુજરાત જમીન પચાવી પાડવા અધિનિયમ-૨૦૨૦ મુજબ ગુન્હો રજિસ્ટર કરવા મદદનીશ પોલીસ કમિશ્નર, પૂર્વ વિભાગ, રાજકોટને હુકમ કરવામાં આવતા પોલીસ દ્વારા બંને આરોપીઓની ધરપકડ કરી ધોરણસરની કાર્યવાહી હાથ ઘરવામાં આવી હતી. આ કામમાં ફરીયાદી વતી એડવોકેટ પિયુષભાઈ શાહ, યુવા ધારાશાસ્ત્રી અશ્વિન ગોસાઈ, ગુજ. હાઈકોર્ટના એડવોકેટ આલોક ઠક્કર, રવિ મુલીયા, નિવિદ પારેખ, નિતેશ કવીરીયા, હર્ષિલ શાહ, કશ્યપ ઠાકર, બીનાબેન પટેલ, ભાવીનભાઈ રૂઘાણી, સાગર વાટલીયા, સચીન ગોસ્વામી, રાજુભાઈ ગોસ્વામી, કપીલ આર. મુલીયા રોકાયા હતા.