સરકાર દ્વારા ગેરકાયદેસર રીતે બાયોડીઝલના વેંચાણ કરવા ઉપર પ્રતિબંધ હોવા છતાં છાના ખૂણે બાયોડીઝલનો વેપલો કરતા શખસોને ઝડપી પાડી કાર્યવાહી કરવા માટે અમરેલી જિલ્લા પોલીસ વડા હિમકરસિંહની સૂચનાના પગલે અમરેલી ક્રાઇમ બ્રાન્ચની ટીમ બગસરાના હામાપૂરમાં વાહન ચેકિંગમાં હતી ત્યારે પસાર થતા જીજે ૦૩ બી ડબ્લ્યુ ૮૯૬૪ નંબરના ટેન્કરને રોકી તલાસી લેવામાં આવતા ટેન્કરમાં બાયોડીઝલ ભરેલું જોવા મળતા પોલીસે ચાલક સહિતના શખસો પાસે બાયોડીઝલના વેચાણ અંગેનો પરવાનો માગતા જે ન હોવાનું જણાવ્યું હતું. પોલીસે ટેન્કરમાં લઈ જવાતો ૧૪૦૦૦ લીટર ગેરકાયદેસર બાયોડીઝલ કી.રૂ.૯,૮૦,૦૦૦ નો જથ્થો તેમજ ટેન્કર અને બે મોબાઈલ મળી કુલ રૂ. ૨૨,૯૦,૫૦૦ નો મુદામાલ કબ્જે કરી કાંતિલાલ ગોવિંદભાઈ દલસાણિયા અને કનકરાય ઉર્ફે કાનો કાંતિલાલ દલસાણીયા (રહે. બંને વીરપુર (જલારામ) ને ઝડપી લઇ બગસરા પોલીસ મથકમાં ગુનો નોંધાવી બાયોડીઝલનો જથ્થો કોને આપવા જતા હતા અને ક્યાંથી ભર્યો હતો તે દિશામાં વધુ તપાસ હાથ ધરી છે.
શખ્સોની પુછપરછમાં જૂનાગઢના દિપ હસમુખભાઇ સાદરાણી અને રશ્મીન ઉર્ફે લાલભાઇ ધિરૂભાઇ કોટેચાનું નામ ખુલ્યું છે. પોલીસે બંનેને ફરાર શોધખોળ હાથ ધરી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationશેખ હસીનાને બાંગ્લાદેશ પરત કરો, યુનુસ સરકારે ભારત સરકારને પત્ર લખ્યો, હસીના પર 225થી વધુ કેસ
December 23, 2024 04:50 PM1 જાન્યુઆરીથી આ સ્માર્ટફોન પર નહીં ચાલે વોટ્સએપ
December 23, 2024 04:47 PMતળાજા તાલુકાના માથાવડા નજીકથી દીપડાનો અર્ધદાટેલો મૃતદેહ મળ્યો
December 23, 2024 04:27 PMખોટા દસ્તાવેજો રજુ કરનાર પૂર્વ IAS પૂજા ખેડકરની જામીન અરજી દિલ્હી હાઈકોર્ટે ફગાવી
December 23, 2024 04:26 PMદિવાળીએ થયેલા ઝઘડાની દાઝે પરિવાર પર ઘાતક હથિયારથી હુમલો, પિતા-પુત્રને ઇજા
December 23, 2024 04:26 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech