તાલુકાના ભંડારીયા ગામે રહેતા નારણભાઈ કરસનભાઈ ભાટીયા નામના યુવાન ગઈકાલે ગુરુવારે તેમના જી.જે. ૧૦ સી.જે. ૭૫૮૬ નંબરના બુલેટ મોટર સાયકલ લઈને જઈ રહ્યા હતા, ત્યારે પૂરઝડપે અને ગફલતભરી રીતે પોતાનું બુલેટ મોટરસાયકલ ચલાવી અને ભાણવડ નજીક ગુંદલા ગામના પાટીયા પાસેના માર્ગ પર બુલેટ ચાલક નારણભાઈએ આગળ જઈ રહેલી જી.જે. ૩૭ જે. ૬૮૪૩ નંબરની અલ્ટો મોટરકાર સાથે પોતાનું બુલેટ અથડાવતા ગંભીર રીતે ઇજાગ્રસ્ત નારણભાઈ ભાટીયાનું કરુણ મૃત્યુ નીપજ્યું હતું.
આ બનાવ અંગે કારના ચાલક વિક્રમભાઈ પરબતભાઈ કરમુર (ઉ.વ. ૩૦, રહે. સણખલા - ભાણવડ) ની ફરિયાદ પરથી ભાણવડ પોલીસે બુલેટ ચાલક નારણભાઈ કરસનભાઈ ભાટીયા સામે જુદી જુદી કલમ હેઠળ ગુનો નોંધી, જરૂરી કાર્યવાહી કરી હતી.
***
ખંભાળિયામાં જામનગરના આધેડને હૃદયરોગનો જીવલેણ હુમલો
જામનગર તાબેના આમરા ગામે રહેતા સવજીભાઈ રાજાભાઈ મધોડીયા નામના ૫૩ વર્ષના આધેડને ખંભાળિયાના ધરમપુર વિસ્તારમાં આવેલી એક હોટલ પાસે હૃદયરોગનો ઘાતક હુમલો આવી જતાં તેમનું મૃત્યુ નીપજ્યું હોવાની જાણ પુત્ર પિયુષભાઈ સવજીભાઈ મધોડીયાએ અહીંની પોલીસને કરી છે.
***
ધ્રોલના લતીપરમાં હાર્ટએટેકથી પ્રૌઢનું પ્રાણ પંખે ઉડયું
ધ્રોલના લતીપર ગામમાં આવેલ ત્રિવેણીનગરમાં રહેતા હરજીભાઇ ભગાભાઇ તરપદા (ઉ.વ.૭૪) નામના વૃઘ્ધને ઘણા વર્ષોથી શ્ર્વાસની તકલીફ હોય અને અગાઉ હાર્ટનો હુમલો આવી ગયેલો હોય છેલ્લે એટેકમાં પેરાલીસીસની અસર થઇ ગઇ હતી. દરમ્યાન તેઓને ઘરે હતા ત્યારે શ્ર્વાસની તકલીફ થતા સારવાર માટે રાજકોટની હોસ્પીટલ ખાતે લઇ જવામાં આવેલ જયાં હાર્ટએટેકથી તેમનું મૃત્યુ નિપજયુ હતું, આ અંગે ત્રિવેણીનગરમાં રહેતા રાજેશ હરજીભાઇ તરપદા-પટેલ દ્વારા ધ્રોલ પોલીસમાં જાણ કરવામાં આવી હતી.
***
ઓખાના દરિયામાં અકસ્માતે પટકાયેલા કોડીનારના માછીમારનું અપમૃત્યુ
ગીર સોમનાથ જિલ્લાના કોડીનાર તાલુકાના મૂળ રહીશ એવા વેલજીભાઈ જીવાભાઈ ચાવડા નામના ૪૩ વર્ષના માછીમાર યુવાન ગઈકાલે ગુરુવારે સાંજના સમયે ઓખામાં આર.કે. બંદર વિસ્તારમાં આવેલી આર.કે. જેટી પાસે તેમની બોટ પર ચડતી વખતે તેમનો પગ લપસી જતા તેઓ પટકાઈ પડ્યા હતા. જેના કારણે તેમને દરિયાની પાટ (પથ્થર) માથામાં વાગી જતા તેમને ગંભીર ઇજાઓ થવા પામી હતી. જેના કારણે તેમનું મૃત્યુ નીપજ્યું હતું. આ અંગે ઉના તાલુકાના કારૂભાઈ ભાણાભાઈ મજીઠીયા (ઉ.વ. ૨૨) એ ઓખા મરીન પોલીસમાં જરૂરી નોંધ કરાવી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On ApplicationPM મોદી G7 સમિટમાં લેશે ભાગ, કેનેડાના વડાપ્રધાન કાર્નીએ ફોન કરીને આપ્યું આમંત્રણ
June 06, 2025 08:11 PMગુજરાતમાં કોરોનાનો હાહાકાર: એક જ દિવસમાં 170 નવા કેસ, એક્ટિવ કેસ 700ને પાર
June 06, 2025 07:53 PMકેન્દ્રીયમંત્રી મનસુખ માંડવીયાએ રિલાયન્સના વનતારાની મુલાકાત વિશે શુ કહ્યું, જુઓ આ વિડીયો
June 06, 2025 07:44 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech