દ્વારકામાં યુવાન ઉપર ઘાતક હથિયારો વડે જીવલેણ હુમલો: પાંચ શખ્સો સામે રાયોટીંગ સહિતની ફરિયાદ

  • July 02, 2021 11:00 AM 

દ્વારકાના નરસંગ ટેકરી વિસ્તારમાં રહેતા યુવરાજભા લાલાભા માણેક નામના 25 વર્ષના હિન્દુ વાઘેર યુવાન સાથે થયેલા અગાઉના ઝઘડાનું મનદુઃખ રાખી, દ્વારકા તાલુકાના રહીશ શુકલભા હઠીયાભા માણેક, વેરશીભા હઠીયાભા માણેક, અતુલભા કાનાભા સુમણીયા, લાલાભા રામાભા સુમણીયા અને કારુભા પોલાભા માણેક નામના પાંચ શખ્સોએ એક સંપ કરી, ગેરકાયદેસર મંડળી રચી અને લોખંડના પાઈપ, છરી તથા તલવાર સાથે ધસી આવ્યા હતા.

જ્યાં આરોપી શખ્સોએ ફરિયાદી યુવરાજભાને બેફામ માર મારી, બંને પગમાં તથા હાથમાં ફેકચર કરી નાખ્યું હતું. એટલું જ નહીં, લોહીલુહાણ હાલતમાં યુવરાજભાને ગંભીર ઇજાઓ થતાં સમગ્ર બનાવ અંગે દ્વારકા પોલીસે યુવરાજભા લાલાભા માણેકની ફરિયાદ પરથી પાંચેય શખ્સો સામે આઈ.પી.સી. કલમ 323, 324, 325, 143, 147, 149 તથા જી.પી. એક્ટની કલમ મુજબ ગુનો નોંધી આગળની કાર્યવાહી સ્થાનિક પી.એસ.આઈ. યુ.બી. અખેડ દ્વારા હાથ ધરવામાં આવી છે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS