સાધના કોલોનીમાં પત્નીને ઝેરી પ્રવાહી પીવડાવી જેકથી જીવલેણ હુમલો

  • July 16, 2021 10:37 AM 

હત્યાની કોશિષ કયર્નિી પતિ સામે નોંધાવાતી ફરિયાદ: અગાઉ કરેલી ફરિયાદનું મનદુ:ખ કારણભૂત

જામનગરના સાધના કોલોની પાછળ કૃષ્ણ પાર્ક સોસાયટીમાં બે દિવસ પહેલાં પત્નીને ડીઝલ જેવું પ્રવાહી પીવડાવી જેક વડે હુમલો કરી હત્યાની કોશિષ કયર્નિી પતિ સામે ફરિયાદ કરવામાં આવી છે. બન્ને અલગ રહેતાં હોય અને અગાઉ આરોપી વિરુદ્ધ કરેલી ફરિયાદનો ખાર રાખીને આ હુમલો કરવામાં આવ્યો હોવાનું પોલીસ ચોપડે નોંધાયું છે. બીજી બાજુ પોલીસ દ્વારા 307 મુજબ ફરિયાદ લઈને તપાસને આગળ ધપાવી છે.

જામનગરની સાધના કોલોની, પહેલો ગેઈટ, બીજા રોડ ખાતે રહેતી મંજુબેન હરિભાઈ સોનગરા (ઉ.વ.34)એ સિટી ‘એ’માં ગઈકાલે તેણીના પતિ ગોકુલનગરના અયોધ્યાનગર, શેરી નં.7માં રહેતાં હરિ અરજણ સોનગરાની વિરુદ્ધ આઈપીસી કલમ 307, 328, જીપી એકટ 135 (1) મુજબ ફરિયાદ નોંધાવી હતી.

મળતી માહિતી મુજબ ફરિયાદી મંજુબેન આરોપી પોતાના પતિથી અલગ રહેતાં હોય અને તેણીએ આરોપી વિરુદ્ધમાં ફરિયાદ કરી હતી. જે બાબતનો ખાર રાખીને તા.14ના રોજ સાધના કોલોની પાછળ કૃષ્ણપાર્ક સોસાયટી, પ્લોટ ખાતે આરોપી હરિએ ફરિયાદી મંજુબેનને ડીઝલ જેવું પ્રવાહી પીવડાવી, લોખંડના જેક જેવા વસ્તુ વડે મારી નાખવાના ઈરાદે હુમલો કર્યો હતો. મંજુબેનને માથાના ભાગે આડેધડ ઘા મારી કપાળના ભાગે જીવલેણ ઈજા પહોંચાડી હતી, ઈજાગ્રસ્તને સારવારમાં ખસેડવામાં આવેલ છે. તેણીની ફરિયાદના આધારે પોલીસ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)